વધુ યોગ્ય - ઝહાબિયા ખોરાકીવાલા

  •  વધુ યોગ્ય - ઝહાબિયા ખોરાકીવાલા
    વધુ યોગ્ય - ઝહાબિયા ખોરાકીવાલા

રાજકોટ તા.29
દર્દીની સલામતી અને સંભાળ એ ગુણવત્તાયુક્ત અને આરોગ્ય સંભાળનું હાર્દ છે. આ માન્યતા અને આદર્શને સુદ્રઢ બનાવવા ભારતમાં ટરટરી કેર સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલોની પ્રતિષ્ઠિત શ્રુંખલા વોકહાર્ટ હોસ્પીટલ ખાતે પેશન્ટ સેફટી વીકની ઉજવણી કરવામાં આવેલ હતી. આ ઉજવણીનો હેતુ દર્દીની વધુ શ્રેષ્ઠ સંભાળ અને સલામતી મેળવવા માટેનો હતો.
આ પ્રસંગે વોકહાર્ટ હોસ્પીટલના મેનેજીંગ ડીરેકટર ઝહાબીયા ખોરાકીવાલાએ જણાવ્યું હતું કે, બીમારીનો ઉપચાર કરવો તેના કરતા બીમારી જ ન થાય તેની કાળજી લેવી વધારે યોગ્ય છે. કોઇપણ હેલ્થકેર ઇન્સ્ટીટયુટ માટે દર્દીઓની સલામતી અને સંભાળમાં સર્વોચ્ચ સેવાની ખાત્રી માટે ખુબ જ કડક પ્રોટોકોલ્સનું પાલન કરવું જરૂરી છે. વોકહાર્ટ હોસ્પીટલ્સ હંમેશા દર્દીની સલામતી અને સર્વોચ્ચ સંભાળ કેવી રીતે લઇ શકાય તેના માટે કાર્યરત રહે છે.
વોકહાર્ટ ગ્રુપ હોસ્પીટલ્સના ગ્રુપ કલીનીકલ ડીરેકટર ડો.કલાઇવ ફર્નાન્ડીઝે જણાવ્યું હતું કે, વોકહાર્ટ હોસ્પીટલ્સનો હંમેશા એ હેતુ રહેલો છે કે તે દર્દીને ઉત્કૃષ્ટ સારવાર, સંભાળ અને સલામતી આપી શકે. આ કાર્યક્રમ સમગ્ર ગ્રુપમાં એ ખાત્રી માટે યોજવામાં આવેલ કે તમામ સહયોગીઓ અમારા પ્રોટોકોલ્સમાં નિશ્ર્ચિત કરાયેલી દર્દી સલામતીને સમજે અને પ્રેકટીસ કરે. વોકહાર્ટ હોસ્પીટલ્સ સમયાંતરે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન આજ હેતુથી કરે છે.
વોકહાર્ટ હોસ્પીટલ રાજકોટ ખાતે સેન્ટર હેડ ડો.જગદીશ ખોયાણીના માર્ગદર્શન હેઠળ આ વીકની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં ડો.ખોયાણીએ પેશન્ટ સેફટી અંગે જરૂરી સુચનો કરેલ હતા. ખાસ કરીને મેડીકલ રેકોર્ડસના ચોક્કસ અને પુરતા ડોકયુમેન્ટસ, બાયોમેડીકલ વેસ્ટ હેન્ડલીંગ, ઇન્ફેકશન પ્રીવેન્શન એન્ડ કંટ્રોલ, લેબ એન્ડ રેડીયોલોજી સેફટી, ફાયર સેફટી વગેરે વિષયોનો સમાવેશ કરવામાં આવેલ હતો. આ વીક દરમ્યાન દર્દીની શ્રેષ્ઠ સંભાળ અને સલામતીને લગતા કવીઝ સેશન્સ, પોસ્ટર કોમ્પીટીશન ઓન પેશન્ટ સેફટી થીમ્સ, સિમ્યુલેશન સેશન્સ, ઓડીટસ તથા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલ હતા.
આ કાર્યક્રમમાં નર્સીંગ વિભાગ, મેડીકલ એન્ડ પેરા મેડીકલ તથા એચ.આર. વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયેલ હતા