સની દેઓલે ગુરદાસપુરથી ઉમેદવારી ફોર્મ ભર્યુ, ભાઈ બોબી પણ હાજર રહ્યા

  • સની દેઓલે ગુરદાસપુરથી ઉમેદવારી ફોર્મ ભર્યુ, ભાઈ બોબી પણ હાજર રહ્યા
    સની દેઓલે ગુરદાસપુરથી ઉમેદવારી ફોર્મ ભર્યુ, ભાઈ બોબી પણ હાજર રહ્યા

બોલીવુડ અભિનેતા સની દેઓલે પંજાબના ગુરદાસપુરથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યુ. તેમની સાથે કેન્દ્રીય મંત્રી વીકે સિંહ અને જીતેન્દ્ર સિંહ હાજર રહ્યાં. સની દેઓલે પોતાના અસલી નામ અજયસિંહ દેઓલના નામે ઉમેદવારી પત્ર ભર્યું. સની દેઓલની સાથે કવરિંગ કેન્ડિડેટ તરીકે પૂર્વ ભાજપ અધ્યક્ષ અશ્વની શર્મા પણ ઉમેદવારી ફોર્મ ભર્યું. સની દેઓલની સાથે તેમના ભાઈ બોબી દેઓલ પણ હાજર રહ્યાં. સની દેઓલે ઉમેદવારી પત્ર ભર્યા બાદ રેલી કરશે, જે બાદ તેઓ મુંબઈમાં મતદાન પણ કરશે. 1લી મેથી સની સતત પોતાના ક્ષેત્રમાં પ્રચાર કરશે, તેમના પિતા ધર્મેન્દ્ર અને ભાઈ બોબી પણ તેમના માટે પ્રચાર કરશે. સની દેઓલનો મુકાબલો કોંગ્રેસના હાલના સાંસદ સુનીલ જાખડ સાથે છે. આ પહેલાં સની દેઓલના પિતા અને બોલીવુડ લીજેન્ડ્રી એકટર ધર્મેન્દ્રએ એક સંદેશ આપ્યો છે. ધર્મેન્દ્રએ ટ્વીટ કરી લખ્યું છે કે રાજનીતિ આપણાં મુકદ્દરમાં હતી, એટલે આપયણે પહોંચી ગયા. હવે ઘણાં બધાં મારા ભાઈ-બહેન સારી ખરાબ વાતો કરશે. તે બધાંની વાતો માથા પર. એક વાત હું દાવા સાથે કહેવા માગુ છું કે જે કામ બીકાનેરમાં 50 વર્ષમાં ન થઈ શક્યું તે મેં 5 વર્ષમાં કરાવ્યું હતું.