માધાપરમાં સરકારી જમીન વેચનાર સામે કાર્યવાહી કેમ નહીં?

  • માધાપરમાં સરકારી જમીન વેચનાર સામે કાર્યવાહી કેમ નહીં?
    માધાપરમાં સરકારી જમીન વેચનાર સામે કાર્યવાહી કેમ નહીં?

રાજકોટ તા,27
માધાપરની સરકારી જમીનમાં ગઈકાલે તોડી પાડેલ દબાણ બાદ કોંગ્રેસ હવે મેદાનમાં આવી છે. સરકારી જમીનમાં ગેરકાયદે કબ્જો જમાવી જમીન વેચી નાખનાર સામે કાર્યવાહી કરવા માગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
રાજકોટ મહાપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામ સાગઠિયા ભાવેશ બોરીચા સહિતનાઓ કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે માધાપર ચોકડી નજીક મનહરપુર ગામની સર્વે નં.111ની જમીનમાં થયેલ દબાણમાં આસામીઓને કોઈપણ નોટિસ વગર જ ડિમોલીશન કરવામાં આવ્યું છે. આસામીઓ ગરીબ હોવાને કારણે સહાયના ભાગરૂપે મકાન ફાળવવા માગણી કરવામાં આવી છે. કોંગ્રેસના આગેવાનોએ ધગધગતા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકારી જમીનમાં રાજકીય નેતાઓએ મીલીભગતથી જમીન વેચી નાખી છે આથી આવા કૌભાંડ કરનાર સામે તટસ્થ તપાસ કરવા અને પોલીસ ફરિયાદ કરવા માગણી કરવામાં આવી છે.
માધાપરની સરકારી જમીનમાં ખડકાયેલ 25 વાડા, 10 મકાન અને એક મંદિર મળી 36 દબાણકારોએ કુલ 20 હજાર ચો.મી. જમીનમાં દબાણ કરવામાં આવતા ગઈકાલે તાલુકા મામલતદાર અને ડે.કલેકટર જે.કે.જગોડાએ ડિમોલીશન કરી કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરાવી હતી.