રૂા.19.17 લાખનો ચાંદીનો માલ મંગાવી મુંબઇના ગઠિયાઓએ ધુંબો મારી દીધો

  • રૂા.19.17 લાખનો ચાંદીનો માલ મંગાવી મુંબઇના ગઠિયાઓએ ધુંબો મારી દીધો
    રૂા.19.17 લાખનો ચાંદીનો માલ મંગાવી મુંબઇના ગઠિયાઓએ ધુંબો મારી દીધો

રાજકોટ તા.29
રાજકોટના સામા કાંઠે ઇમિટેશન અને ચાંદીનો વેપાર કરતા ત્રણ વેપારીઓ સાથે વિશ્વાશ કેળવી 19.17 લાખના દાગીના ખરીદી પૈસા નહિ ચુકવતા ઠગાઈ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે.
શહેરના સામા કાંઠે રણછોડનગરમાં રહેતાં અને ઘરે જ શિવમ્ સિલ્વર ઓર્નામેન્ટ નામે ધંધો કરતાં દિલીપભાઇ ધીરજલાલ સગપરીયા નામના પટેલ વેપારીએ સંજય અને અશોકકુમાર મણિભદ્ર જવેલર્સવાળા સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 19.17 લાખની છેતરપિંડી અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારી સાથે કામ કરતાં હિતેષભાઇ ઓગષ્ટ મહિનામાં અમારી દૂકાને હતાં ત્યારે હિતેષભાઇના મોબાઇલમાં મુંબઇથી કોઇ સંજયભાઇ નામની વ્યકિતએ ફોન કરી પોતે ચાંદીના દાગીનાનો વેપાર કરે છે અને પાયલનો ઓર્ડર આપવો છે તેમ કહી ચાંદની પાયલનોઓર્ડર આપ્યો હતો. 15 કિલો 682 ગ્રામનો આ ઓર્ડર હતો અને પોતાના વિઝીટીંગ કાર્ડનો ફોટો વ્હોટ્સએપથી મોકલ્યો હતો. જેમાં અશોકકુમાર-મણીભદ્ર જ્વેલર્સ- ઓફિસ નં. 19, સાલાસર કોમર્શિયલ કોમ્પલેક્ષ બીજો માળ એસબીઆઇ બેંક ઉપર ફાટક નજીક ભાયંદર (ઇસ્ટ) મુંબઇનું સરનામુ હતું. હિતેષભાઇએ આ બાબતે મને વાત કરી હતી. બાદમાં અમે રણછોડનગરની અરવિંદ કાંતિલાલ આંગડિયા પેઢી મારફત રૂ. 3,31,610ની કિંમતી ચાંદીની પાયલનું પાર્સલ મુંબઇ મોકલ્યું હતું. જે 23/10/18ના રોજ અશોકકુમાર નામની વ્યકિતએ છોડાવ્યું હતુ. એ પછી મારા બેંક એકાઉન્ટમાં રૂ. 1,49,000 અશોકકુમારે જમા કરાવ્યા હતાં. ત્યાર બાદ વધુ 1,34,320ની ચાંદીની પાયલનો ઓર્ડર આવતાં અમે સાઇનાથ આંગડિયા મારફત એ માલ મોકલ્યો હતો. ત્યારબાદ અશોકકુમારને બંને ઓર્ડરના પેમેન્ટ માટે ફોન કરતાં તેણે વાયદા આપવાનું શરૂ કર્યુ હતું અને છેલ્લે ફોન બંધ કરી દીધો હતો. જે તે વખતે અમે પોલીસને અરજી કરી હતી. એ 
પછી મને જાણવા મળ્યું હતું કે મારી 
જેમ બીજા વેપારીઓ સાથે પણ આવું થયું છે. 
જેમાં શકિત સોસાયટીના રામજીભાઇ જીવરાજભાઇ વેકરીયા સાથે રૂ. 13,84,301ની ઠગાઇ, મનિષભાઇ શામજીભાઇ અજાણી સાથે રૂ. 5,13,000ની ઠગાઇ થયાની ખબર પડી હતી. આમ કુલ રૂ. 19,17,930ની ઠગાઇ અમારા ત્રણ વેપારીઓ સાથે થયાની ખબર પડતાં અંતે અમે ફરિયાદ નોંધાવી હતી.આ અંગે પીએસઆઇ એમ એફ ડામોર વધુ તપાસ ચલાવી રહ્યા છે.