કોટડાસાંગાણીમાં ભૂગર્ભ ગટર ઉભરાતા રોડ ઉપર વહેતુ ગંદુ પાણી

  • કોટડાસાંગાણીમાં ભૂગર્ભ ગટર ઉભરાતા રોડ ઉપર વહેતુ ગંદુ પાણી
    કોટડાસાંગાણીમાં ભૂગર્ભ ગટર ઉભરાતા રોડ ઉપર વહેતુ ગંદુ પાણી

કોટડાસાંગાણી તા.27
કોટડાસાંગાણીમા અનેક સ્થળોએ ભુગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યા હોય જેથી ગામની બજારોમા લોકોને ચાલવુ મુશ્કેલ બન્યુ છે તેથી ગામ લોકોને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે. છતા જવાબદારો દ્રારા કોઈ કામગીરી નહી કરાતા લોકોમા રોષ ફેલાયો છે.
એક તરફ સરકાર સ્વચ્છ ગુજરાતના સ્વસ્થ ગુજરાતના સ્લોગન આપીને લોકોને સ્વચ્છતા પ્રત્યે સજાગ કરે છે પરંતુ કોટડાસાંગાણીમાતો સ્વચ્છતાના નામે મીંડુ જોવા મળે છે આ ગામમા ઠેર ઠેર ભુગર્ભ ગટર ઉભરાઈ જવાની સમસ્યા ઉભી થઈ છે ગામની વસ્તી પ્રમાણે સમસ્યાઓમા પણ સતત વધારો થતો જાય છે ગામની મેઈન બજાર સહીતની ગલીઓમા લાંબા સમયથી ભુગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા સર્જાઈ પરંતુ ગટર રીપેરીંગનો પેટા કોન્ટ્રાક્ટ રાખનાર ગામના ઉપ સરપંચ દ્રારાજ કોઈ કામગીરી નહી કરાતા વાડ જ ચીભડા ગળે તેવી સ્થિતીનુ નીર્માણ થયુ છે ગટરના ગંદા પાણી સતત રોડ પર વહેતા હોવાથી વાહન ચાલકોની સાથે દુકાનદારોને પણ હાલાકિ ભોગવવાનો વારો આવ્યો છે
ભુગર્ભ ગટર ઉભરાવવાને પ્રશ્ને સ્થાનીક લોકોએ જણાવેલ કે ભુગર્ભ ગટરનો પેટા કોન્ટ્રાક્ટ ગામનાજ ઉપ સરપંચ અપાયો છે પરંતુ તેમના દ્રારા ગટરનુ સમયસર રીપેરીંગ કામ નહી કરાતા ગામમા દેકારો બોલી ગયો છે ગામના જટીલ પ્રશ્નને લઈને સત્તાધીસો દ્રારા ખો બાજી કરવામા આવી રહી છે ત્યારે ભુગર્ભ ગટર ઉભરાઈ જવાની સમસ્યામાથી ગામ લોકોને છુટકારો મળે તે જરૂરી બન્યુ છે.