કપાસ અને એરંડાનાં ખેતરમાં ખારેકની ખેતી

  • કપાસ અને એરંડાનાં ખેતરમાં ખારેકની ખેતી

સરા તા.29
આજના ભણેલા ગણેલા યુવાનો ખેતીના વ્યવ્સાય સાથે જોડાતા પોતાના બાપદાદાઓની માફક પરંપરાગત કપાસ એરંડા મગફળી જીરૂ ની મહેનતુ અને ખર્ચાવાળી જોખમી 
ખેતી ના બદલે બદલતા યુગમા ઇન્ટરનેટ ના માધ્યમ વડે ઓછા ખર્ચા અને ઓછી મહેનતે વધુ નિપજ લેવા માટે સાહસિક ખેતી તરફ પ્રેરાઇ નિતનવા અખતરા કરતા હોય છે ત્યારે સરાગામના યુવા ખેડુત હિતેશભાઇ મગનભાઇ વરમોરા એ કસ્છના સુકામેવા એવી ખનેચી જાતની ખારેકની ખેતી કરવાનુ મન બનાવતા એકાદ વર્ષ પહેલા કસ્છ ની ઓળખ ખારેક સાથે જોડાયેલ હોય કસ્છમા જઇને ખારેકની ખેતી કેમ કરવી કેટલો ખર્ચ અને તેની માવજત અને ઉત્પાદન વિશે માહીતી મેળવી તેમને પોતાની વાડીમા કસ્છની ખનેચી જાતની ખારેક નુ વાવેતર કરી તેમા સફળતા મળે છેકે નહી તેના અખતરાના ભાગરૂપે પોતાની વાડીમા આઠ વિધા જમીનમા ખનેચી ખારેકના 150 જેટલા પિલા લાવી 30સ30 ના 
ફાટે ખનેચી જાતની ખારેક નુ વાવેતર કરેલ છે 
અઢી વર્ષનુ વૃક્ષ થાય ત્યારે તેમા 100 થી વધારે કિલો નુ ઉત્પાદન થાય પછી વધતુ જતુ હોય છે પરંતુ અનુકુળ વાતાવરણ અને સારી માવજત ના કારણે માત્ર 20 મહીના થયે ખારેક લાગવાની શરૂઆત થતા સમગ્ર પરિવારમા ખુશી જોવા મળી હતી તેમણે જણાવ્યા મુજબ સેન્દ્રીય ખાતર કે જંતુ નાશક દવાની જરૂર રહેતી નહોય તેમજ કોઇ જાતનો રોગચાળો આવતો નહોય એટલે ઓછા ખર્ચે ઓછા પાણી વડે ખારેક નો પાક લઇ શકાતો હોય ઉપરાંત ખારેકનો પોષણક્ષમ ભાવો મળતા હોય તેના કારણેજ ખનેચી ખારેક નુ વાવેતર કરવાનો અખતરો કરેલ છે.
જેમા હાલ સફળતા મળી રહી છે વૃક્ષ પુખ્ત બનતા ખારેકનો ઉતારો કેવો 
આવે છે જો ખારેકની ખેતી સફળ રહેશે તો સરા પંથકના અન્ય ખેડુતો પણ ખારેકની ખેતી તરફ પ્રેરાશે ગ્રામ્ય વિસ્તારોમા પણ શિક્ષીત યુવાનો ખેતી વ્યવ્સાય સાથે જોડાતા ખેતીમા નવા નવા અખતરા ભર્યો સાહસો કરતા જોવા મળી રહયા છે.