અમેરિકા બાલ્ટીમોરમાં હુમલાખોરે રસ્તા પર 8 ગોળીઓ ચલાવી; 7 ઘાયલ, 1ની સ્થિતિ ગંભીર

  • અમેરિકા  બાલ્ટીમોરમાં હુમલાખોરે રસ્તા પર 8 ગોળીઓ ચલાવી; 7 ઘાયલ, 1ની સ્થિતિ ગંભીર
    અમેરિકા બાલ્ટીમોરમાં હુમલાખોરે રસ્તા પર 8 ગોળીઓ ચલાવી; 7 ઘાયલ, 1ની સ્થિતિ ગંભીર

બાલ્ટીમોરમાં એક હુમલાખોરે રોડ વચ્ચે ગોળીબાર કર્યો. આ હુમલામાં 7 લોકો ઘાયલ થયા છે જ્યારે એકની સ્થિતિ વધારે ગંભીર માનવામાં આવે છે. શહેરના પોલીસ કમિશ્નર માઈકલ હેરિસને આ વિશેની માહિતી આપી છે. હેરિસનના જણાવ્યા પ્રમાણે એક અશ્વેત વ્યક્તિએ ભીડમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલો સમજી-વિચારીને કરવામાં આવ્યો છે પરંતુ તે વિશે અત્યારે ખુલાસો કરી શકાય તેમ નથી. પોલીસે હજી અહીં વધુ એક હુમલાખોર છુપાયો હોવાની શંકા છે.
હેરિસને ગયા મહિને જ બાલ્ટીમોરમાં પોલીસ કમિશ્નરનો કાર્યભાર સંભાળ્યો છે. તેમણે વાયદો કર્યો હતો કે, તેઓ શહેરને સુરક્ષીત બનાવવા સંપૂર્ણ પ્રયત્નો કરશે. જોકે બાલ્ટીમોરની સુરક્ષા હવે પોલીસ માટે પડકાર બનતી જાય છે. કારણ કે અહીં છેલ્લા બે વર્ષમાં 300થી વધારે નરસંહાર થઈ ગયા છે.