મંત્રી ખાતમુર્હુત કરવા પહોંચ્યા ત્યાં ટોળાએ બેનર-પોસ્ટર લઇ કર્યો વિરોધ

  • મંત્રી ખાતમુર્હુત કરવા પહોંચ્યા ત્યાં ટોળાએ બેનર-પોસ્ટર લઇ કર્યો વિરોધ
    મંત્રી ખાતમુર્હુત કરવા પહોંચ્યા ત્યાં ટોળાએ બેનર-પોસ્ટર લઇ કર્યો વિરોધ

જામનગર તા.25
જામનગરના બેડી વિસ્તારમાં આજે ભુગર્ભ ગટર પ્રોજેકટ કામનું ખાત મુર્હુત રાજય સરકારના મંત્રી ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતું. આ સમયે સ્થાનિક રહીશો દ્વારા બેનર પોસ્ટર, પ્લેકાર્ડ, દર્શાવી સુવિધાના અભાવ બાબતે વિરોધ પ્રદર્શિત કર્યાો હતો. આખરે તેમની રજુઆતને વાચા આપવાની ખાત્રી ખાપતા નિયત કાર્યક્રમ શરુ થઇ શકયો હતો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા અમૃત યોજનાં અન્વયે રૂપિયા સાડાદસ કરોડનાં ખર્ચે બેડી વિસ્તારમાં ભુગર્ભ ગટર પ્રોજેકટ નું આજે ખાતમુર્હુત રાખવામાં આવ્યું હતું.
રાજય સરકારનાં કૃષિમંત્રી આર.સી.ફળદુ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર હસમુખ જેઠવા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન સુભાષ જોશી ઉપરાંત મહાનગરપાલિકાના અધિકારીઓ કોર્પોરેટરો વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ શરુ થાય તે પહેલા જ સ્થાનિક લોકોએ પ્લેકાર્ડ, બેનરો, પોસ્ટરો દર્શાવી વિરોધ પ્રદર્શીત કર્યો હતો. જેમાં લખાણ કર્યુ હતુ ક, વિકાસ ઝીરો, રોડ સુવિધા ઝીરો, ગટર ઝીરો, સફાઇ ઝીરો, વગેરે લખાણ વાળા પોસ્ટર દર્શાવી વિરોધ કર્યો હતો.
આ પછી અકબરભાઇએ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનને આવેદન પત્ર પાઠવી એ વિસ્તાર માં નિકાલ કાર્યો હાથ ધરવા માંગણી કરી હતી આખરે વહેલી તકે પ્રશ્નને વાચા આપવાની ખાત્રી આપવામાં આવતા વિરોધ પ્રદર્શન સમેટાયુ હતું અને ખાતમુર્હુતનો કાર્યક્રમ શરુ થયો હતો.