પેપ્સિકો કંપનીએ ખેડૂતો પર બટાકા મુદ્દે કર્યા કેસ, રાજ્ય સરકાર આવી હરકતમાં

  • પેપ્સિકો કંપનીએ ખેડૂતો પર બટાકા મુદ્દે કર્યા કેસ, રાજ્ય સરકાર આવી હરકતમાં
    પેપ્સિકો કંપનીએ ખેડૂતો પર બટાકા મુદ્દે કર્યા કેસ, રાજ્ય સરકાર આવી હરકતમાં

અમદાવાદ: રાજ્યમાં એકતરફ ખેડૂતોને પાકના યોગ્ય ભાવ નથી મળતા અને સિંચાઇની સમસ્યાથી પરેશાન છે. ત્યારે ઉત્તર ગુજરાતના ખેડૂતો કાયદાકીય ગૂંચમાં ફસાયા છે. પેપ્સિકો કંપની દ્રારા ચિપ્સ બનાવવા બટાટાંને લઇને રાજ્યના 9થી વધુ ખેડૂતો પર કેસ કરવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં 2 ખેડૂતો પર રૂપિયા 1-1 કરોડના કેસ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. પરંતુ તેની સામે એક બીજો કિસ્સો પણ ધનસુરા તાલુકામાં બહાર આવ્યો છે. જેમાં ખેડૂતો પર ગયા વર્ષે કેસ કરવામાં આવ્યો છે અને કેસની આંટીઘૂંટી વિશે ખેડૂતોને કોઇ ખ્યાલ નથી. 

ધનસુરા તાલુકાના 5 ખેડૂતો પર પેપ્સિકો કંપનીએ ગત એપ્રિલ 2018માં કેસ કર્યો હતો જેમાં તેમણે કંપનીના કોપીરાઇટનો ભંગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. જેને લઇને ખેડૂતો પર 20-20 લાખ રુપિયાનો કેસ કર્યો છે. ખેડૂતોનો આરોપ છે કે ગત વર્ષે કંપનીને બટાટાંનો સ્ટોક પર્યાપ્ત મળ્યો નહોતો જેને લઇને ખેડૂતો પર દાઝ રાખવામાં આવી હતી.