મોરબી જિલ્લા-શહેરમાં ચેકીંગ ઝુંબેશ, 481 વાહનોની ચકાસણી, 117 દંડાયા

  • મોરબી જિલ્લા-શહેરમાં ચેકીંગ ઝુંબેશ,  481 વાહનોની ચકાસણી, 117 દંડાયા
    મોરબી જિલ્લા-શહેરમાં ચેકીંગ ઝુંબેશ, 481 વાહનોની ચકાસણી, 117 દંડાયા

મોરબી તા.25
મોરબી જિલ્લા-શહેરમાં વાહન ચેકીંગ ઝુંબેશમાં 117 કેસો કરી 32400નો દંડ વસુલવામાં આવ્યો હતો.
મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ હંગામી પોઇન્ટ ઉભા કરી વાહન ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત કુલ 481 નાના મોટા વાહનોની ચકાસણી થવા પામી હતી. જેના દ્વારા ભયજનક રીતે વાહન ચલાવવું, ટ્રાફિકને અડચણ થાય એ રીતે વાહન પાર્ક કરવું, કેફી પીણું પીને વાહન ચલાવતા તેમજ ગેરકાયદે હથિયારો લઈને નીકળેલા ઇસમોને પકડી પાડવા સહિતના કેસો કરવામાં આવ્યા હતા. મોટરવહિલ એકટ હેઠળ કુલ 117 કેસો દાખલ કરી 34200 રૂપિયાનો રોકડ દંડ વસુલવામાં આવ્યો હતો. વાહન ચેકીંગની ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવે તો જ અકસ્માતો તેમજ ગુનાખોરીની સમસ્યા ઉપર નિયંત્રણ આવે તેવી માંગણી આ ચેકીંગ ઝુંબેશ દરમ્યાન લોકોએ વ્યક્ત
કરી હતી.