અમદાવાદ: હત્યાને કુદરતી મોતમાં ખપાવી, વકીલના માતાએ વહુ, પૌત્રી અને નિવૃત્ત Dysp સામે ફરિયાદ નોંધાવી

  • અમદાવાદ: હત્યાને કુદરતી મોતમાં ખપાવી, વકીલના માતાએ વહુ, પૌત્રી અને નિવૃત્ત Dysp સામે ફરિયાદ નોંધાવી
    અમદાવાદ: હત્યાને કુદરતી મોતમાં ખપાવી, વકીલના માતાએ વહુ, પૌત્રી અને નિવૃત્ત Dysp સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદ: આંબાવાડી સહજાનંદ કોલેજ પાસે એલ કોલોનીમાં રહેતા તેજેન્દ્રસિંહ રાણાવતનું ગઈ 2 એપ્રિલે ખાનગી હોસ્પિટલ લઈ જતાં મોત નિપજ્યું હતું. જેને લઈને મૃતકના માતાએ મેટ્રોપોલિટન કોર્ટમાં પુત્રની હત્યા થઈ હોવાના પુરાવા સાથે અપીલ કરી હતી. કોર્ટે તેને ગ્રાહ્ય રાખીને હત્યાનો કેસ નોંધવા નવરંગપુરા પોલીસને હુકમ કર્યો હતો. જેને પગલે પોલીસે મૃતકની પત્ની, પુત્રી અને નિવૃત સિનિયર સિટિઝન ચંદ્રકુંવરબા નરેન્દ્રસિંહ રાણાવતે તેમના પુત્રવધુ ગીતાબા તેજેન્દ્રસિંહ રાણાવત, પૌત્રી મિલોની તેજેન્દ્રસિંહ રાણાવત અને દીકરાના સસરા નટવરસિંહ જગતસિંહ ચંપાવત સામે ઈપીકો કલમ 302, 201, 404, 449, 114, 112 બી મુજબ નવરંગપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.