મોરબી કારખાનાના કમ્પાઉન્ડ પાસેથી દારૂ બિયરનો જંગી જથ્થો ઝડપાયો

  • મોરબી કારખાનાના કમ્પાઉન્ડ પાસેથી દારૂ  બિયરનો જંગી જથ્થો ઝડપાયો
    મોરબી કારખાનાના કમ્પાઉન્ડ પાસેથી દારૂ બિયરનો જંગી જથ્થો ઝડપાયો

મોરબી તા.24
મોરબી રાજકોટ હાઇવે ઉપર વિરપર નજીક આવેલ પ્રખ્યાત ઓરસન કારખાનાના કમ્પાઉન્ડ નજીક માંથી દારૂ અને બિયરનો જંગી જથ્થો ઝડપતા ચકચાર જાગી છે.
થર્ટી ફસ્ટમાં કમાઈ લેવાના ઇરાદે મોરબીના સ્થાનિક બુટલેગરો દ્વારા દારૂનો મોટો જથ્થો મંગાવી નામાંકિત કારખાનાના કમ્પાઉન્ડ પાસે છુપાવ્યો હોવાની બાતમીને આધારે આજે એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસે એલસીબી ટીમને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા પો.કોન્સ. યોગીરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા તથા સહદેવસિંહ જાડેજાને ખાનગી રાહે મળેલ બાતમીને આધારે ટંકારા તાલુકાના વિરપર ગામની સીમમાં ઓરસન કારખાના પાછળ આવેલ મજૂરની ઓરડીમાંથી ઇગ્લીંશ દારૂની બોટલ નંગ-372 કી.રૂ.1,11,000, બિયર ટીન નંગ-140 કી.રૂ.14000 તથા મોબાઇલ ફોન નંગ- 2 કી.રૂ.2500 મળી કૂલ કિ.રૂ 1,28,100નો મુદામાલ ઝડપી લેવામાં આવ્યો હતો.
વધુમાં એલસીબીએ આ દરોડા દરમિયાન (1) રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (2) વિજયજેઠાભાઇ અજાણ, રહે. બન્ને શનાળા ગામ, શકિતમાના મંદિર પાછળ તા.જી.મોરબી વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા અને આ ઇગ્લીંશ દારૂનો જથ્થો મોકલનાર આરોપી (3) ભુપત દેવજીભાઈ બોરીચા રહે.ફડસર તા,જી.મોરબી વાળાનું નામ ખોલાવી ફૂલ ત્રણ આરોપીઓ વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ હતો.