મોરબીમાં શ્રમિકને ગોંધી રાખી મલીક સહિતે બેફામ માર્યો

  • મોરબીમાં શ્રમિકને ગોંધી રાખી મલીક સહિતે બેફામ માર્યો
    મોરબીમાં શ્રમિકને ગોંધી રાખી મલીક સહિતે બેફામ માર્યો

મોરબી તા.24
ઘૂટુંગામની સિમમાં આવેલા સેનેટરીવેર્સ કારખાનામાં કામ કરતા મજૂરને કારખાનાના માલિક સહિત નવ શખ્સોએ મજૂરોની ઓરડી ખખડાવીને હેરાન કરે છે? તેમ કહીને ગોંધી રાખી લાકડી પાઇપ અને ધોકાથી ઢોરમાર મારતાં તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો છે.
મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલા વુગા સેનેટરીવેર્સમાં મજૂરી કામ કરતા અને ત્યાંજ કાખનાની મજૂરોની ઓરડીમાં રહેતા અમિતભાઇ જીવણભાઈ ચૌહાણ (ઉ.વ 23) નામના યુવાને તેના કારખાનાના મલિક વિશાલ પટેલ, મનીષ પટેલ, જીગ્નેશ પટેલ, ચેતન પટેલ, નાગેશભાઈ માસ્તર, મુન્નાભાઈ માસ્તર તથા બીજા ત્રણ અજાણ્યા માણસો સામે મોરબી તાલુકા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી કે તે ગત તા.21 ના રોજ રાત્રે 11 વાગ્યે મોરબીથી ખરીદી કરીને પરત પોતાની ઓરડીએ પહોંચ્યો હતો ત્યારે કારખાનાના મલિક સહિતના આરોપીઓએ તેને ઉભો રાખીંને કહ્યું કે મોડી રાત્રે ક્યાં રખડે છે અને તને કોઈ કહેવા વાળું છે કે નહિ? તથા તું રાતના મજૂરોની ઓરડી ખખડાવીને હેરાન કરે છે તેમ કહી તમામ આરોપીઓ એક સંપ કરીને લાકડી, પાઇપ અને ધોકા થી યુવાન પર બેરહેમીથી તૂટી પડ્યા હતા અને યુવાનને ગોંધી રાખી ઢોરમાર મારી ગાળો આપી જાતિ પ્રત્યે હડધૂત કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા મજૂરને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો. તાલૂકા પોલીસે તેની ફરિયાદના આધારે 9 આરોપીઓ સામે એટ્રોસિટી સહીત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે.