7 વર્ષના હાર્ટપેશન્ટ આર્ચીની આગેવાનીમાં રમશે ઓસી. ટીમ !

  • 7 વર્ષના હાર્ટપેશન્ટ આર્ચીની આગેવાનીમાં રમશે ઓસી. ટીમ !
    7 વર્ષના હાર્ટપેશન્ટ આર્ચીની આગેવાનીમાં રમશે ઓસી. ટીમ !

મેલબોર્ન: ભારત વિરૂદ્ધ 26 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયાએ 15 સભ્યોની ટીમમાં સાત વર્ષના લેગ સ્પિનર આર્ચી શિલરને પણ સામેલ કર્યો છે. આર્ચી ટીમ પેન સાથે ટીમનો વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે, તેને પોતાના દેશના બેસ્ટ ક્રિકેટર્સ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાની આ તક મેક-એ-વિશ ફાઉન્ડેશનના પ્રયાસોનું પરિણામ છે.આ સંગઠન મુશ્કેલ હાલતનો સામનો કરી રહેલા બાળકોની ઇચ્છા પુરી કરવાનું કામ કરે છે. આર્ચી દિલની બીમારી સાથે પીડિત છે અને તેની ત્રણ વખત ઓપન હાર્ટ સર્જરી થઇ ચુકી છે. તે મોટો થઇને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન બનવા માંગે છે, માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ તેની આ ઇચ્છા પુરી કરી હતી.આર્ચી આ શનિવારે જ સાત વર્ષનો થયો છે, તેને પોતાના જન્મ દિવસે યારા પાર્કમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ટીમ પેન અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે મંચ પણ શેર કર્યો હતો.