સાધ્વી પ્રજ્ઞા સાથે મારી તુલના ન કરો, તેઓ એક મહાન સંત અને હું સાધારણ મૂર્ખ પ્રાણી: ઉમા ભારતી

  • સાધ્વી પ્રજ્ઞા સાથે મારી તુલના ન કરો, તેઓ એક મહાન સંત અને હું સાધારણ મૂર્ખ પ્રાણી: ઉમા ભારતી
    સાધ્વી પ્રજ્ઞા સાથે મારી તુલના ન કરો, તેઓ એક મહાન સંત અને હું સાધારણ મૂર્ખ પ્રાણી: ઉમા ભારતી

નવી દિલ્હી: ખજુરાહો લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર વિષ્ણુદત્ત શર્માનો પ્રચાર કરવા માટે કટની પહોંચેલા ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીને જ્યારે પૂછવામાં આવ્યું કે મધ્ય પ્રદેશના રાજકારણમાં સાધ્વી પ્રજ્ઞા તેમની જગ્યા લઈ શકે છે તો તેમણે કહ્યું કે મારી સરખામણી સાધ્વી પ્રજ્ઞા સાથે ન કરો. હું તેમની સરખામણીમાં ખુબ સાધારણ અને મૂર્ખ પ્રાણી છું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સાધ્વી પ્રજ્ઞા એક મહાન સંત છે. મારી સરખામણી ન તેમની સાથે ન કરો.