ખાંભાના નાનુડી ગામની પ્રજા દશ દિવસથી પાણીથી વંચિત

  • ખાંભાના નાનુડી ગામની પ્રજા દશ દિવસથી પાણીથી વંચિત
    ખાંભાના નાનુડી ગામની પ્રજા દશ દિવસથી પાણીથી વંચિત

ખાંભા તા.24
ખાંભા ના નાનુડી ગામ ના ગ્રામજનો ને છતે પાણી એ પાણી વગર ના નર્મદા નું પાણી નાનુડી ગામ ની આગળ ના ગામ ને મળે છે જ્યારે વચ્ચે આવતા નાનુડી ને પાણી જાણી જોઈ ને આપવામાં આવતું નથી ત્યારે ગામ ના લોકો સાથે નર્મદા નું પાણી છોડવા વાળા અધિકારીઓ અને વાલ્વ મેન ઓરમાયું વર્તન દાખવી રહ્યા ની રાવ ઉઠી છે.
મળતી માહિતી પ્રમાણે ખાંભા ચલાલા હાઇવે પર આવેલું નાનુડી ગામ માંથી નર્મદા ની મેઈન લાઇન પસાર થઈ રહી છે ત્યારે આ પાણી ની લાઇન માંથી ખાંભા તેમજ તાલુકા ના આગાળ ના ગામડાં માં પાણી પોહચડાવ માં આવે છે ત્યારે આગવ પણ નર્મદા ના પાણી માટે અધિકારીઓ અને વાલ્વમેન દ્વારા નાનુડી ના સરપંચ અને ગ્રામજનો સાથે ઓરમાયું વર્તન દાખવ્યું હતું તેની ફરિયાદ પણ ઉઠવા પામી હતી જ્યારે આજે 10 દિવસ થી નાનુડી ના ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે પાણી છોડાવવા માટે સરપંચ દ્વારા અધિકારી તેમજ વાલ્વમેન ને અસંખ્ય ફોન કર્યા પરંતુ ફોન રિસીવ કરવા ની તસ્દી પણ નથી લેતા જ્યારે
આગામી 2 દિવસોમાં નાનુડી ખાતે ગ્રામસભા નું આયોજન રાખવામાં આવી રહ્યું છે ત્યારે આ વખતે ગ્રામસભા નો બહિષ્કાર કરવા ની ચીમકી ઉચારી હતી