મૂળીના રાણીપાટ ગામની દુધ મંડળીના મંત્રી પાસેથી 14.80 લાખ રોકડ ભરેલી થેલીની લૂંટ

  • મૂળીના રાણીપાટ ગામની દુધ મંડળીના મંત્રી પાસેથી 14.80 લાખ રોકડ ભરેલી થેલીની લૂંટ
    મૂળીના રાણીપાટ ગામની દુધ મંડળીના મંત્રી પાસેથી 14.80 લાખ રોકડ ભરેલી થેલીની લૂંટ

વઢવાણ/સરા તા.24
મૂળી તાલુકાના રાણીપાટ દુધમંડળીના મંત્રી પાસેથી રૂ.14.80 લાખની સનસનાટી ભરી લુટ ચલાવી અજાણ્યા શખ્સો નાશી છૂટતા ચકચાર મચી ગઈ છે.
મૂળી તાલુકાના રાણીપાટ ગામે આવેલ દુધ ઉત્પાદક સં.મં.લી ડેરીના મંત્રી ખીમાભાઇ લખમશીભાઇ રબારી રે.રાણીપાટ આજરોજ થાનગઢ બૈન્કમાંથી દુધમંડળીના પગાર ચુકવવા રૂ.14.80 લાખ લઇને રાણીપાટગામે પરત ફરવા વાહનની રાહ જોતા હતા ત્યારે સરાગામના નિલેષભાઇ પ્રેમજીભાઇ મકવાણા સીએનજી રિક્ષા લઇ થાન થી સરા પેસેન્જર લઇને પરત ફરતા હતા તેમા લખમશીભાઇ વચ્ચે બેસી રાણીપાટવપરત ફરી રહયા હતા આ સમયે વરમાધારના પાટીયા પાસે અચાનક એક કાર રીક્ષાને આંતરી હતી અને કારમાંથી બે ત્રણ અજાણ્યા શખ્સો બુકાનુ બાંધી રિક્ષા પાસે ધસી આવી બંદૂકની અણીએ મરચા ની ભુકી છાંટી મંત્રીના હાથમા રહેલી 14.80 લાખની રોકડ ભરેલી થષલી આંચકી કારમાં બેસી નાશી છૂટયા હતા. જે અંગે રાણીપાટ દુધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી ખીમાભાઈ લખમસીભાઈ રબારીએ ત્વરીત પોલીસને જાણ કરતા મૂળી તાલુકા સહિત સુરેન્દ્રનગર એલસીબી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને નાકાબંધી કરી કારમાં નાસી છૂટેલા શખ્સોને પકડવા માટે કવાયત હાથ ધરી હતી.