સુરેન્દ્રનગરમાં યુવકની ઢોર માર મારી હત્યા

  • સુરેન્દ્રનગરમાં યુવકની ઢોર માર મારી હત્યા
    સુરેન્દ્રનગરમાં યુવકની ઢોર માર મારી હત્યા

વઢવાણ તા. 27
સુરેન્દ્રનગરના કાન્તી કોટન મીલ નજીક રહેતા યુવાનને અન્ય યુવાનોએ ઢોર માર મારતા સારવાર દરમિયાન તેનુ મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે. બનાવની વિગત મુજબ સુરેન્દ્રનગરના કાન્તી કોટન મીલ વિસ્તારમાં રહેતા દાઉદ ઇબ્રાહીમભાઇ ઉ.વ.30ને તેનાજ વિસ્તારમાં યુવાનો સાથે માથાકુટ થતા માર મારવામાં આવેલા ઇજાગ્રસ્ત દાઉદને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ ખુનમાં પલટાતા પોલીસે ડેડબોડી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી હુમલાખોર યુવકોની શોધખોળ હાથ 
ધરી છે.