મોરબીના માળિયા નજીક બે કાર વચ્ચેના ભીષણ અકસ્માતમાં ૭ના ઘટનાસ્થળે મોત

  • મોરબીના માળિયા નજીક બે કાર વચ્ચેના ભીષણ અકસ્માતમાં ૭ના ઘટનાસ્થળે મોત
    મોરબીના માળિયા નજીક બે કાર વચ્ચેના ભીષણ અકસ્માતમાં ૭ના ઘટનાસ્થળે મોત

મોરબીના માળિયા નજીક બે કાર વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં 6 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે કારમાંથી મૃતદેહ બહાર કાઢવા માટે કારનું પતરું તોડવું પડ્યું હતું. ઘટના સ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. હાઈવે પરથી પસાર થતા લોકોએ એકમાત્ર જીવીત બચેલાં મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. 

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, ખેડબ્રહ્મામામાં રહેતો પટેલ પરિવાર કચ્છ તરફ જઈ રહ્યો હતો. પુરપાટ ઝડપે જઈ રહેલી કારમાં અચાનક ટાયર ફાટી જતાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર કુદાવીને સામેથી આવી રહેલા અમદાવાદના શાહ પરિવારની કાર સાથે ટકરાઈ હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ એવા વિમળાબેન હરીભાઈ પટેલને નજીકની ક્રિશ્ના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અન્ય એક મહિલા દેવકીબેન નારણભાઈ પટેલનું હોસ્પિટલ પહોંચ્યા પછી સારવાર દરમિયાન મોત થયું હતું. 

બંને કાર વચ્ચે એટલી ભીષણ ટક્કર થઈ કે, બંને કારનો ડૂચો વળી ગયો હતો અને તેમાં સવાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. બંને કાર લોહીથી ભરાઈ જતાં ઘટનાસ્થળે અરેરાટી વ્યાપી જવા પામી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ આવી પહોંચી હતી. પોલીસે તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપીને તેમના સગાને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.