યૂ-ટ્યૂબ ‘સ્ટાર’ અકાળે ખરી પડ્યો

  • યૂ-ટ્યૂબ ‘સ્ટાર’ અકાળે ખરી પડ્યો
    યૂ-ટ્યૂબ ‘સ્ટાર’ અકાળે ખરી પડ્યો

મુંબઈ તા.21
યુ-ટ્યૂબ સ્ટાર અને એમટીવી ઍસ ઓફ સ્પેસના સ્પર્ધક દાનિશ ઝેહેનનું માનખુર્દમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. 23 વર્ષનો દાનિશ કુર્લામાં સગાના લગ્નમાં હાજરી આપીને નવી મુંબઈ તરફ કારમાં જઇ રહ્યો હતો ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. માનખુર્દ પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. માનખુર્દ પોલીસના જણાવ્યા અનુસાર ગુરુવારે મોડી રાતે સાયન-પનવેલ હાઇવે પર આ અકસ્માત થયો હતો. દાનિશ ગુરુવારે કુર્લામાં તેના સગાના લગ્નમાં હાજરી આપવા માટે આવ્યો હતો. લગ્નમાં હાજરી આપ્યા બાદ દાનિશ તેના ભાઇ શેહજાદ સાથે કારમાં નેરુલ ખાતેના નિવાસસ્થાને જવા કારમાં થયો હતો. વાશી ઓક્ટ્રોય નાકા ક્રોસ કર્યા બાદ દાનિશે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. રસ્તા પર પડેલા મોટા પથ્થર સાથે તેની કાર ટકરાતાં દાનિશે કાબૂ ગુમાવ્યો હતો અને કાર બાદમાં વીજળીના થાંભલા સાથે ભટકાઇ હતી. આ અકસ્માતમાં દાનિશ અને તેના ભાઇ શેહજાદને ઇજા પહોંચી હતી. દરમિયાન અકસ્માતને પગલે ત્યાંથી પસાર થનારા ચાલકોએ પોતાના વાહન ઊભા રાખી પોલીસને ઘટનાની જાણ કરી હતી. આથી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં ઘવાયેલા બંને જણને તાત્કાલિક વાશીની એમજીએમ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબોએ દાનિશને તપાસીને મૃત જાહેર કર્યો હતો.