તુવેર કૌભાંડ પછી પંચમહાલમાં બહાર આવ્યું 1.56 કરોડનું અનાજ કૌભાંડ

  • તુવેર કૌભાંડ પછી પંચમહાલમાં બહાર આવ્યું 1.56 કરોડનું અનાજ કૌભાંડ
    તુવેર કૌભાંડ પછી પંચમહાલમાં બહાર આવ્યું 1.56 કરોડનું અનાજ કૌભાંડ

રાજ્યમાં ગયા વર્ષે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગળફળીનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું. તેના પડઘા શમ્યા નથી ત્યાં તાજેતરમાં જ તુવેર કૌભાંડ બહાર આવ્યું હતું અને હવે પંચમહાલમાં તેનાથી પણ મોટું અનાજનું કૌભાંડ પકડાયું છે. વિજિલન્સ તપાસમાં જાણવા મળ્યું છે કે, કાલોલ ખાતે આવેલા નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાંથી ઘંઉની રૂ.1.56 કરોડની કિંમતની 16,500 બોરીઓ બારોબાર સગે-વગે કરી દેવામાં આવી છે.  

વિજિલન્સ દ્વારા નિયમિત રીતે સ્ટોકની ગણતરી કરવામાં આવતી હોય છે. વિજિલન્સની ટીમ જ્યારે જાત તપાસ માટે કાલોલમાં આવી ત્યારે ઓડિટ દરમિયાન તેમને જાણવા મળ્યું કે, રૂ.1.56 કરોડના ઘઉં ગોડાઉનના કુલ સ્ટોકમાં ઓછા બતાવાયા હતા. જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી તો ખબર પડી કે,  ગોડાઉનમાંથી ઘઉંની 16,500 બોરીઓ સગેવગે થઈ ગઈ છે. હાલ તો સરકાર દ્વારા ખાતાકિય તપાસની કાર્યવાહી હાથ ધરાઈ છે. કોઈ પણ પ્રકારનો પોલીસ કેસ દાખલ કરાયો નથી.