પ્રેમમાં પીડા કે કરૂણા હોઇ શકે, ભાવનગરમાં કવિ સંકેલન યોજાયું

  • પ્રેમમાં પીડા કે કરૂણા હોઇ શકે, ભાવનગરમાં કવિ સંકેલન યોજાયું
    પ્રેમમાં પીડા કે કરૂણા હોઇ શકે, ભાવનગરમાં કવિ સંકેલન યોજાયું

ભાવનગર તા.25
રોમેન્ટિસીઝમ અને પ્રેમ બન્ને એક નથી. કેમ કે પ્રેમમાં પીડા કે કરુણા હોઇ શકે છે જ્યારે રોમેન્ટિસીઝમ એ કુદરત સાથેનો એવો રોમાંચ છે જેમાં માત્ર ને માત્ર આનંદ અને ઉલલાસ જ હોય. નારન બારૈયાનું પુસ્તક અથવા તો સતત સતત... આવા પરિશુદ્ધ આનંદને વિવિધ પ્રકારે વ્યક્ત કરતું શ્રૃંગારભર પુસ્તક છે જે શબ્દોની સાદગી અને ગહનતા ઉપરાંત શબ્દકોષની બહારના નવા નવા અનેક રોમાંચક શબ્દોને પહેલીવાર લઇને આવ્યું છે એ ગુજરાતી સાહિત્ય માટે આનંદની ઘટના છે. આ શબ્દો છે કવિ ડો. અલ્પેશ કલસારિયાના. નારન બારૈયાના રોમેન્ટિસીઝમથી ભરપુર પુસ્તક અથવા તો સતત સતત...નું વિમોચન કરતાં તેમણે આમ જણાવ્યું હતું. 
સાહિત્ય સરિતા, મુંબઇ તથા રાષ્ટ્રિય અંધજન મંડળ, ભાવનગર જીલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે ભાવનગરમાં અંધઉદ્યોગશાળા વિદ્યાનગર ખાતે 20 એપ્રિલ, શનિવારે સાંજે એક વિરાટ કવિ સમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમેલન સાથે કવિ નારન બારૈયાના રોમેન્ટિસીઝમથી ભરપૂર કાવ્યસંગ્રહ પઅથવા તો સતત સતત..વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તક અને કવિનો પરિચય આપતાં કવિ પરેશ કલસારિયાએ કહ્યું હતું કે શબ્દ-નાવિન્ય મામલે નારન બારૈયા શબ્દોનો બહારવટિયો છે. અને આપણે ઇચ્છીએ આ બહારવટિયો ક્યારેય સરેન્ડર ન કરે.આ કાર્યક્રમમાં કવિ લાભુભાઇ સોનાણી, વિજય રાજ્યગુરૂ, જીગર જોશી પ્રેમ, નિનાદ અધ્યારુ, નીરવ વ્યાસ અને નારન બારૈયાએ કાવ્યપઠન કર્યું હતું. કાર્યક્રમની સફળતા માટે મીટ ઇન્ડીયા ફાઉન્ડેશન અને રાષ્ટ્રિય અંધજન મંડળ અને પરિવર્તન પુસ્તકાલય, કાંદીવલી, મુંબઇ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.