આખરે પૂર્વ ઓપનર ડબલ્યુ વી રમણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ બન્યા

  • આખરે પૂર્વ ઓપનર ડબલ્યુ વી રમણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ બન્યા
    આખરે પૂર્વ ઓપનર ડબલ્યુ વી રમણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ બન્યા

નવી દિલ્હી તા.21
પૂર્વ ઓપનર ડબલ્યુ વી રમણની ભારતીય મહિલા ક્રિકેટ કોચ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેમણે ભારતીય પુરૂષ ટીમના પૂર્વ કોચ ગૈરી કર્સ્ટનને ગુરૂવારે ઈન્વરવ્યુ આપ્યા બાદ પસંદ કરવામાં આવ્યા હતા. બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, સિલેકશન પ્રક્રિયામાં અંદરો-અંદર મતભેદ છે પણ અંતે રમણનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું. બીસીસીઆઈની કમિટીના સભ્ય પૂર્વ કેપ્ટન કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને એસ રંગાસ્વામીએ બોર્ડને કસ્ટર્ન તથા રમણનું નામ સજેસ્ટ કર્યું હતું.
વર્ષ ર008થી ર011 સુધીના ત્રણ વર્ષ સુધી કર્સ્ટન ભારતીય પુરૂષ ટીમના કોચ તરીકે રહ્યા હતા. ત્યાર બાદ વર્ષ ર011થી 2013 સુધી તેઓ સાઉથ આફ્રિકા ટીમના પણ કોચ રહ્યા હતા. જોકે, અનેક વિવાદ વચ્ચે રમણની પસંદગી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાંક સમયથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે કોચની પસંદગી માટે અરજીઓ મંગાવવામાં આવી હતી.
અરજી બાદ તમામ ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં વેંકટેશ પ્રસાદ, મનોજ પ્રભાકર, ટ્રેન્ટ જોનસ્ટન, દિમિત્રી માસ્કરેન્હાસ, બ્રેડ હોજ અને કલ્પના વેંકટાચારનો પણ સમાવેશ થાય છે. આ ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવારો સાથે રૂબરૂ મુલાકાત કરવામાં આવી, જ્યારે પ અરજીકર્તાઓ સાથે સ્કાઈપ પર અને એક સાથે ફોન પર ઈન્ટરવ્યુ કરવામાં આવ્યો હતો. જ્યારે કસ્ટનર્ર્ કોચ હતા ત્યારે ભારતીય પુરૂષ ટીમે વર્ષ ર011માં વિશ્ર્વકપ જીતી લીધો હતો.
53 વર્ષીય રમણ હાલમાં બેંગ્લુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં બેટિંગ કોચ તરીકે કામ કરી રહ્યા છે. બીસીસીઆઈના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે, કર્સ્ટન બીસીસીઆઈની એડ-હોક કમિટીની પસંદગીમાં પ્રથમ પસંદગી પામ્યા હતા.