દર એક મિનિટે ૧૮૦૪ મત મતપેટીમાં પડ્યા રહ્યા

  • દર એક મિનિટે ૧૮૦૪ મત મતપેટીમાં પડ્યા રહ્યા
    દર એક મિનિટે ૧૮૦૪ મત મતપેટીમાં પડ્યા રહ્યા
  • દર એક મિનિટે ૧૮૦૪ મત મતપેટીમાં પડ્યા રહ્યા
    દર એક મિનિટે ૧૮૦૪ મત મતપેટીમાં પડ્યા રહ્યા

રાજકોટમાં સાત વિધાનસભા બેઠકોની કુલ ૧૮,૮૩,૮૬૬ મતદારોમાંથી ૧૧,૮૯,૪૨૨ મતદારોએ મત નાંખ્યો, ૧૧ કલાક યોજાયું મતદાન ૬૬૦ મિનિટમાં આટલા મત પડ્યા રાજકોટ તા,૨૪
રાજકોટ લોકસભા બેઠકનું ગઈકાલે મતદાન પૂર્ણ થયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયુ હતું. લોકશાહીના પર્વમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે રાજકોટમાં ૧૧ કલાકમાં દર એક મિનિટે ૧૮૦૪ મતપેટીમાં પડ્યા હતા.
સવારે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જે સાંજ સુધી અવીરત રહેલા રાજકોટમાં ૬૩ ટકા જેટલું તોતીંગ મતદાન થયું હતું. રાજકોટની સાત વિધાનસભા બેઠકોમાં કુલ ૧૮,૮૩,૮૬૬ મતદારો છે જેમાં મતપેટીમાં ૧૧,૮૯,૪૨૨ મતદારોએ મત આપ્યા હતા.
રાજકોટની લોકસભા બેઠકમાં ૧૧ કલાકમાં ૬૬૦ મિનિટમાં દર એક મિનિટે મતપેટીમાં ૧૮૦૪ મત પડ્યા હતા. રાજકોટની બેઠકમાં ૨૦૧૪માં ૧૦,૫૭,૭૮૩ મત પડ્યા હતા. તેના કરતા ૨૦૧૯માં મતપેટીમાં ૧,૩૧,૬૯૩ મત વધુ પડ્યા હતાં.
સવારે જે પ્રમાણે ૧૦% આજુબાજુએ મતદાન પહોંચતા ગરમીના લીધે મતદાન ઓછુ થવાની ધારણા રાજકીયપક્ષો સેવી રહ્યા 
હતા. છતાંય આકરી ગરમીમાં પણ 
લોકો બપોરના સમયે ૮.૪૬ ટકા 
જેટલુ મતદાન કરતા મતની ટકાવારી વધી હતી.
સાંજે ૬ વાગ્યા સુધીમાં રાજકોટની લોકસભા બેઠકમાં ૬૩.૧૪ ટકા જેટલુ તોતીંગ મતદાન નોંધાયુ હતું. અનેક મતકુટીરોમાં લોકોના નામો ગાયબ થઈ ગયા હતા નહીં તો આ મતદાન ૬૫ ટકા ઉપર જવાની ધારણા હતી.
દર મિનિટે ઈવીએમ ૧૮૦૪ લોકો બટન દબાવી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. ૨૦૧૪ કરતા ૨૦૧૯માં મતો એકલાખ વધારે મતપેટીમાં પડ્યા હતા.
મંગળવારના દિવસે જે પ્રમાણે મતદાન થયું છે તેમના બન્ને પોતાની જાતને દબાવ કરી રહ્યું છે. ગામડાઓમાં વધારે મતદાનથી કોંગ્રેસને ફાયદો હોવાનું નેતાઓ માની રહ્યા છે તો શહેરમાં સારુ મતદાન ભાજપને ફાયદો હોવાનું ગણીને મંડાય રહ્યા છે.
વધારે મતદાન થવાની કોણ ફાવશે તેની ચર્ચાઓ શહેરમાં શરુ થઈ ગઈ છે પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી તો ૨૩મી મે જ ખબર પડી જશે.