તાલાલા બાર એસોસીએશનની ચૂંટણીમાં પ્રમુખપદે બીજી વખત રાઠોડ ચૂંટાયા

(સરદારસિંહ ચૌહાણ દ્વારા) તાલાલા(ગીર), તા. 21
તાલાલા બાર એસોસીએશનની આજે પ્રતિષ્ઠા ભરી યોજાયેલ ચુંટણીમાં સંજયસિંહ રાઠોડ બહુમતીથી ભવ્ય વિજય થયો હતો.
તાલાલા બાર એસોસીએશનના પ્રમુખપદ માટે શ્રી સંજયસિંહ રાઠોડ અને શ્રી અનિલભાઈ કાનાબાર વચ્ચે જબરી રસાકસી ભરી સ્પર્ધા હતી. આ ચુંટણી માટે આજે યોજાયેલ મતદાનમાં કુલ 41 માંથી 39 મતદારોએ મતદાન કર્યુ. જેની મતગણત્રી થતા શ્રી સંજયસિંહને 22 જયારે શ્રી અનીલભાઈને 17 મતો મળતા શ્રી સંજયસિંહભાઈનો આ પ્રતિષ્ઠા ભર્યા ચુંટણી જંગમાં બહુમતીથી ભવ્ય વિજય થયો તાલાલા બાર એસોસીએશનના પ્રમુખ પદે બીજી વાર ચુંટાયેલ શ્રી સંજયસિંહ ભાઈને સૌએ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.