જૈન વિઝન દ્વારા ‘ગુજરાત મિરર’નું સન્માન

  • જૈન વિઝન દ્વારા ‘ગુજરાત મિરર’નું સન્માન
    જૈન વિઝન દ્વારા ‘ગુજરાત મિરર’નું સન્માન

જૈન વિઝન દ્વારા મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. જેમાં જિનશાસનને જયવંતુ અને ઝગમગતુ અને ઝળહળતુ રાખવામાં પ્રચાર પ્રસાદના માધ્યમ દ્વારા સહકાર આપવા માટે મીડિયાનો ખાસ આભાર માન્યો હતો અને આ તકે જૈન વિઝનની સમગ્ર ટીમ વતી પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આજરોજ જૈન વિઝનના મિલનભાઈ કોઠારી અને તેમની ટીમે ‘ગુજરાત મિરર’ની મુલાકાતે આવ્યા હતા અને જયહિંદ - ગુજરાત મિરરના તંત્રી ભરતભાઈ શાહ, ‘ગુજરાત મિરર’ના યુવા એક્ઝિકયુટીવ મીહિરભાઈ શાહ અને રીપોર્ટર ભાવનાબેન દોશીનું બહુમાન કર્યું હતું. તસવીરમાં ભરતભાઈ શાહ અને મીહિરભાઈ શાહ વતી સન્માન સ્વીકારતા સલોનીબેન શાહ અને ભાવનાબેન દોશી દ્રશ્યમાન છે. (તસવીર : દિવ્યરાજસિંહ સરવૈયા)