66 વર્ષિય રશિયન પ્રમુખ પુતિન ફરી લગ્ન કરશે !

  • 66 વર્ષિય રશિયન પ્રમુખ પુતિન  ફરી લગ્ન કરશે !
    66 વર્ષિય રશિયન પ્રમુખ પુતિન ફરી લગ્ન કરશે !

મોસ્કો, તા.21
રશિયાના 66 વર્ષીય રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફરી એકવાર લગ્નના તાંતણે બંધાઈ શકે છે. પુતિને પોતે જ આ બાબત તરફ ઈશારો કર્યો છે. જોકે તેમની જીવન સાથી કોણ હશે તેને લઈને હજી સસ્પેન્સ છે. પુતિન સામાન્ય રીતે પારિવારિક અને અંગત જીવનને લઈને ખાસ ગુપ્તતા જાળવે છે, પરંતુ અચાનક જ ફરીથી લગ્ન કરવાના સંકેત આપીને સૌકોઈને ચોંકાવી દીધા છે.
આંતરરાષ્ટ્રીય અને આર્થિક બાબતો પર આયોજીત વાર્ષિક બેઠક દરમિયાન એક પત્રકારે પુતિનને લગ્નને લઈને પ્રશ્ન કર્યો હતો. જેના પર દુનિયાના સૌથી શક્તિશાળી હસ્તીઓમાંના એક પુતિને હસતા હસતા કહ્યું હતું કે, એક સમ્માનજનક વ્યક્તિ તરીકે હું આ કામ કરવામાં વધારે સમય નહીં વેડફું.
ઉલ્લેખનીય છે કે, વ્લાદિમીર પુતિને 1983માં લ્યૂડમિયા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 2013માં બંનેના છુટાછેડા થઈ ગયાં હતાં.
આ લગ્ન જીવન દરમિયાન પુતિનને કેટરિના અને મારિયા નામની 30 વર્ષની દિકરીઓ છે. તેઓ બંને રાજકારણથી સદંતર અળગી રહે છે. તેઓ કોઈ જાહેર કાર્યક્રમોમાં પણ નથી દેખાતી. લ્યૂડમિયા સાથે છુટાછેડા લીધા ત્યારથી પુતિનની અંગત જીંદગીને પ્રશ્નો ચર્ચાતા રહ્યાં છે.
હજી થોડા સમય પહેલ પૂર્વ ઓલિમ્પિક જિમ્નાસ્ટ સાથે પુતિનના સંબંધોને લઈને એક સમાચારપત્રએ અહેવાલ બહાર પાડ્યો હતો. જોકે પુતિને તેને ફગાવી દીધો હતો.