અમદાવાદ: વસ્ત્રાપુરના ઈન્દ્રપ્રસ્થ ટાવરમાં અજાણ્યા શખ્શનો મળ્યો મૃતદેહ

  • અમદાવાદ: વસ્ત્રાપુરના ઈન્દ્રપ્રસ્થ ટાવરમાં અજાણ્યા શખ્શનો મળ્યો મૃતદેહ
    અમદાવાદ: વસ્ત્રાપુરના ઈન્દ્રપ્રસ્થ ટાવરમાં અજાણ્યા શખ્શનો મળ્યો મૃતદેહ

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ઈન્દ્રપ્રસ્થ ટાવરમાં આધેડની શંકાસ્પ્દ મૂર્તદેહ મળી આવ્યો છે. ઘટનાની તપાસ કરતા પોલીસના હાથે સીસીટીવી ફુટેજ લાગ્યા હતા. જેમાં આધેડ સોસાયટીમાં પ્રવેશ કરતા દ્રશ્યોમાં કેદ થયા છે. જો કે આ ફ્લેટમાં અગાઉ પણ અનેક બનાવો બન્યા છે. તેમ છતાં સુરક્ષામાં ખામી રહી ગઇ હોવાનું પોલીસ માની રહી છે. ત્યારે હત્યા છે કે આત્મહત્યા એ હજુ સુધી જાણી શકાયું નથી. 

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવર લોકો નિયમિત કામે જતા હતા. ત્યારે જાણવા મળ્યું કે, 10માં માળેથી કોઇ વ્યક્તિ પડી છે. જઇને જોયું તો પહેલા તો આ વ્યક્તિ કોણ છે તે તપાસ કરી પણ કોઇ ફ્લેટનો રહેવાસી હોય તેવું જાણવા ન મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરી તો મૃતકના ખિસ્સામાંથી હિસાબની ડાયરી, એક ટિકિટ અને 300 રૂપિયા રોકડ મળી આવ્યા હતા. પણ મૃતક કોણ છે તે સવાલને લઇને પોલીસે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, મજૂરી કામ કરતો હતો તેટલું જાણવા મળ્યું છે.