અમદાવાદ: પ્રેમ પ્રકરણમાં મદદ કરનાર યુવકનું અપહરણ કરી માર્યા છરીના ઘા

  • અમદાવાદ: પ્રેમ પ્રકરણમાં મદદ કરનાર યુવકનું અપહરણ કરી માર્યા છરીના ઘા
    અમદાવાદ: પ્રેમ પ્રકરણમાં મદદ કરનાર યુવકનું અપહરણ કરી માર્યા છરીના ઘા

/અમદાવાદ: શહેરમાં પ્રેમ પ્રકરણમાં ગોતાથી એક યુવાનનુ અપહરણ કરીને છરીના ઘા ઝીકીને ઓગણજ ફેંકી દેવાની ઘટના સામે આવી. પરિવારે અપહરણને લઈને ઘાટલોડિયાના કોર્પોરેટર પર આક્ષેપ કરીને પોલીસ સ્ટેશનમા હોબાંળો મચાવ્યો હતો. સોલા પોલીસે ઘટનાને લઈને ગુનો નોંધી તપાસ શરૂ કરી શરૂ કરી છે. 

ગોતા નજીક એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા. જેમા સફેદ કલરની ગાડીમા એક યુવાનનુ અપહરણ કરીને લઈ જઈ રહયા છે. રાજેશ પટેલ નામના આ યુવાન 33 વર્ષીયનું અપહરણ થયુ કે આરોપીઓને શંકા હતી કે, તેણે એક પ્રેમી પંખીડાને ભગાડવામા મદદ કરી છે. જેનો બદલો લેવા તેનુ અપહરણ કરીને મહેસાણા ચાર કલાક એક બંગલામા ગોધી રાખીને તેને છરીના ઘા ઝીકયા અને ત્યાર બાદ ઓગળજ ખાતે ફેંકી દેવામાં આવ્યો હતો.