માતા હીરાબાએ પીએમ દીકરાનું મોઢું ગળ્યું કરાવીને જીત માટે આર્શીવાદ આપ્યા

  • માતા હીરાબાએ પીએમ દીકરાનું મોઢું ગળ્યું કરાવીને જીત માટે આર્શીવાદ આપ્યા
  • માતા હીરાબાએ પીએમ દીકરાનું મોઢું ગળ્યું કરાવીને જીત માટે આર્શીવાદ આપ્યા

ગાંધીનગર :ત્રીજા તબક્કાના મતદાન માટે આજે ગુજરાતભરમાં 26 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં સીલ થવાનું છે. જે માટે મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહ પીએમ નરેન્દ્ર મોદીમાં પણ જોવા મળ્યો છે. તેઓ મતદાન કરતા પહેલા નિત્યક્રમ મુજબ આજે પણ માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. તેમના આર્શીવાદ લઈને જ મતદાન કરવા જવું તેવો તેમનો હરહંમેશનો ક્રમ રહ્યો છે. તેથી તેઓ વહેલી સવારે જ ગાંધીનગર સ્થત માતા હીરા બાના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. જ્યાં હીરા બાએ તેમનું મોઢુ ગળ્યું કરાવીને આર્શીવાદ આપ્યા હતા.  ત્યાર બાદ પીએમ મોદીને માતા હિરાબાએ માતાજીની ચુંદડી અને શ્રીફળ સાથે આશીર્વાદ આપ્યા હતા. ચુંદડી અને શ્રીફળ સાથે ઘરની બહાર નીકળતા જ તેઓ પાડોશીઓને મળ્યા હતા. જ્યાં કેટલાક પાડોશીઓ તેમને પગે પણ લાગ્યા હતા. હવે તેઓ અમદાવાદના રાણીપમાં મતદાન કરશે, જ્યાં તેમની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.