દીકરાને જીતના આર્શીવાદ આપ્યા બાદ 98 વર્ષના હીરા બાએ કર્યું મતદાન

  • દીકરાને જીતના આર્શીવાદ આપ્યા બાદ 98 વર્ષના હીરા બાએ કર્યું મતદાન

ગાંધીનગર :પીએમ દીકરાને આર્શીવાદ આપ્યા બાદ હીરા બા રાયસણ ખાતે વોટ આપવા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાએ 98 વર્ષની વયે બીજા દીકરા પંકજ મોદી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રાયસણ મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું.

 

શતાયુ મતદાતા તરફ પહોંચી રહેલા હીરા બા ક્યારેય વોટિંગ કરવાનુ ચૂકતા નથી. વિધાનસભા હોય કે લોકસભાની ચૂંટણી, તેઓ હંમેશા મતદાન કરીને તેમની જેવા અનેક લોકોને પ્રોત્સાહિત કરે છે. નોટબંધી સમયે પણ તેઓ બેંકની લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. ત્યારે આજે પણ તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.