અક્ષય કુમાર બાદ ભાઈ પ્રહલાદ મોદીએ કરી PM નરેન્દ્ર મોદીના બાળપણ વિશે દિલ ખોલીને વાત

  • અક્ષય કુમાર બાદ ભાઈ પ્રહલાદ મોદીએ કરી PM નરેન્દ્ર મોદીના બાળપણ વિશે દિલ ખોલીને વાત
    અક્ષય કુમાર બાદ ભાઈ પ્રહલાદ મોદીએ કરી PM નરેન્દ્ર મોદીના બાળપણ વિશે દિલ ખોલીને વાત

અમદાવાદ :ફિલ્મ સ્ટાર અક્ષય કુમારે આજે પીએમ મોદીનો જે ખાસ ઈન્ટરવ્યૂ લીધો, તેમાં એવી બાબતો સામે આવી જે વડાપ્રધાને પહેલીવાર લોકો સમક્ષ કહી હતી. તેમનુ બાળપણ, યુવાનીકાળ, સ્વાસ્થયની કેર, આર્યુવેદમાં રસ, કેરી ગમે છે કે નહિ, ગુસ્સા પર કન્ટ્રોલ કેવી રીતે કરે છે, જેવી અનેક બાબતો વિશે તેમણે દિલ ખોલીને વાત કરી. ત્યારે PM મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ પણ ઝી 24 કલાક સાથેના ઈન્ટરવ્યૂમાં તેમની બાળપણની યાદ તાજા કરી હતી.

 

પ્રહલાદ મોદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણ વિશે કહ્યું કે, તેમની ઈચ્છાઓ વિશે તો હું કઈ કહી શક્તો નથી. કેમ કે, તેઓ દેશના વડાપ્રધાન બન્યા તેના બાદ જ પોતાના મનના વિચાર લોકોની સામે રાખવાનુ શરૂ કર્યું. પહેલે તો મનના વિચારો ક્યારેય પરિવાર સામે વ્યક્ત કર્યા જ નથી. તેઓ નાના હતા, તો દરેક જાતિના લોકોના મિત્ર હતા. ગનીભાઈ મન્સુરી, બાબુ સથવારા, દશરથ પટેલ, શામળ મોદી તેમના બાળપણના ગાઢ મિત્રો હતા. આ બધા સાથે તેઓ રમતા અને ભણતા હતા. બાળપણમાં પિતાને ચાના સ્ટોલ પર મદદ કરવા બધા જ ભાઈ મદદ કરતા, પણ તેઓ વધુ કરતા હતા. પરિવારને પોતાની રીતે કેવી રીતે વધુ મહેનત કરી શકાય તે તેમનો પ્રયાસ રહેતો.