તળાજાના સરતાનપર બંદર ગામે યુવાનનો આત્મવિલોપનનો પ્રયાસ

  • તળાજાના સરતાનપર બંદર ગામે યુવાનનો આત્મવિલોપનનો પ્રયાસ
    તળાજાના સરતાનપર બંદર ગામે યુવાનનો આત્મવિલોપનનો પ્રયાસ

ભાવનગર તા.21
તળાજા ના સરતાનપર બંદર ખાતે રહેતા યુવાને આજ બપોરે તાલુકા પંચાયત કચેરીના મેદાનમાં સાથી મિત્રો ની સાથે આવી વારંવાર ની રજુઆત છતાંય પાણી ન મળતા કેરોસીન છાંટી આત્મવિલોપન નું નાટક કરતા પોલીસે અટકાયત કરી હતી. સ્ટંટ કરવાજતાં પોલીસ એ કરેલી અટકાયત ના પગલે હવે નહિ કરું. પૂરું થઈ ગયુ તેમ કરવા લાગેલ જોકે પોલીસ એ કાયદેસર ની કાર્યવાહી કરી હતી.
રમેશભાઈ મેઘજીભાઈ મેર ઉવ.40,રે. સરતાનપર બંદર વાળા ની આજ ટાળજ પોલીસે તાલુકા પંચાયત કચેરી ના મેદાન માં કેરોસીન છાંટીઆત્મ વિલોપન કરવા સબબ કલમ 107,116(3),151 મુજબ અટકાયત કરી લોકઅપ હવાલે કરી દીધેલ.
રમેશ ના જણાવ્યા પ્રમાણે પોતાના મેર ફળી વિસ્તાર માં વારંવાર રજુઆત કરવા છતાંય પાણી આવતું નહોય આ પગલું ભરવું પાડયૂ હતું.
રમેશ તાલુકા પંચાયત કચેરી એ સાથી મિત્રો સાથે જ આવેલ હતો. તેમણે કેરોસીન છાંટતા જસાથી મિત્રો દેકારો કરવા લાગતા જ લોકો દોડી આવ્યા હતા. મોબાઈલ માં વિડિઓ પણ કેરોસીન છાંટી ઉભો હોય અને પોલીસ લઈ જતી હોય તેવું પિક્ચર પણ બનાવી વાયરલ કરવામાં આવેલ હતું.ટીડીઓ પાસે લઈ જઈ પાણી બાબત ની રજૂઆત કરી હતી.
રમેશ ને પોલીસ મથકે લાવતા બધુજ પૂરું થઈ ગયુ. હવે નહિ કરું .કાયદેસર ની કાર્યવાહી નથાય તેવા પ્રયત્નો કર્યા હતા.જોકે પોલીસે તેમની ફરજ બજાવી જ હતી.
આત્મવિલોપન નો પ્રયાસ કરનાર રમેશ માટે પોલીસ મથકે દોડી આવેલ તેમન આત્મીયજનો દ્વારા અમુક તત્વો એ ચડાવી દઈને આમ કરવા પ્રેરિત કર્યો હોવાના શબ્દો સાંભળવા મળ્યા હતા.
તંત્ર એ આવનાર પાણી ની વધુ અછત ના દિવસો માં પાણી માટે કોઈ સાચેજ આવેશમાં આવી ને આ પ્રકાર નું ખરા અર્થ માં અંતિમ પગલું ન ભરે તેવા પગલાં ભરવા રહ્યા.