આજે કતલની રાત, આવતીકાલે લોકપર્વ

  • આજે કતલની રાત, આવતીકાલે લોકપર્વ

રાજકોટ, તા.ર2
સૌરાષ્ટ્ર-કચ્છની આઠ લોકસભા બેઠકમાં ર4 દિવસ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીયમંત્રી સહિત કોંગ્રેસના સ્ટાર પ્રચારકોએ કર્યો છે. સાંજના પાંચ વાગ્યાથી જાહેર પ્રચારના ભૂંગળા શમી જતા મતદારોને છેલ્લી ઘડી સુધી મનાવવા ડોર ટુ ડોરનો પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે.જાહેર પ્રચાર બંધ થતા જ સોશિયલ મીડીયા ઉપર પ્રચાર કરવાની મનાઈ ફરમાવામાં આવી છે. આજે કતલની રાત હોય મતદારોને છેલ્લી ઘડી સુધી મનાવવાના પ્રયાસો રાજકીય પક્ષો દ્વારા શરૂ કરવામાં આવ્યાં છે. 
સૌરાષ્ટ્ર-કચ્છની આઠ લોકસભા બેઠકમાં ભાજપ-કોંગ્રેસ એનસીપી, બસપા સહિત રાજકીય પક્ષો અને અપક્ષ મળી કુલ 130 ઉમેદવારોનાં ભાવી આડે હવે માત્ર ર4 કલાક જ બચ્યાં છે. ત્યારે મતદારોને મનવવા માટે શામ,દામ, દંડની નીતિ અપનાવવામાં આવી રહી છે.
આઠ લોકસભા બેઠકમાં ભાજપએ પાંચ સાંસદોને રિપીટ કર્યા છે. જયારે બે નવોદિતોને ચાન્સ આપવામાં આવ્યો છે. કોગ્રેસે પાંચ ધારાસભ્યોને ટીકીટ આપતા લોકસભા પાંચેય ધારાસભ્યોની શાખ દાવ ઉપર લાગી છે.
રાજકોટ લોકસભા બેઠકમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાઈ રહ્યો છે. ભાજપનાં મોહન કુંડારીયા, કોંગ્રેસના લલીત કથગરા સહિત 10 ઉમેદવારોનું ભાવી મંગળવારે મતપેટીમાં કેદ થનાર છે.
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમા સૌથી વધુ ઉમેદવાર સુરેન્દ્રનગર બેઠકમાં ચુંટણી લડી રહ્યાં છે. આ બેઠકમાં કોંગ્રેસે ધારાધભ્ય સોમાભાઈ પટેલને ટીકીટ આપી છે. જયારે ભાજપે દેવજી ફતેપરાને કાપી નવોદિત ડો. મહેન્દ્ર મુંજપરાને ટીકીટ આપી છે.
પોરબંદર બેઠકમાં ભાજપનાં સાંસદ અને ખેડુત અગ્રણી વિઠ્ઠલભાઈ રાદડીયાની નાદુરસ્ત તબીયતનાં કારણે નવોદિત રમેશભાઈ ધડુકને ટીકીટ આપીછે. તેની સામે કોંગ્રેસે ધોરાજીનાં ધારાસભ્ય લલીત વસોયાને મેદાનમાં ઉતાર્યા છે તો એનસીપીએ પાસનાં પુર્વ નેતા રેશ્મા પટેલે પર આ બેઠકમાં ઝંપલાવ્યુ છે.આમ આ બેઠક ત્રિપાંખીયો જંગ બની છે.
જામનગર બેઠકમાં ર8 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપએ પુનમબેન માડમને રિપીટ કર્યા છે. તેની સામે કોંગ્રેસે મુળુભાઈ કંડોરીયાને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠકમાં ભાજપ-કોંગ્રેસની સીધી ફાઈટ થઈ છે. જુનાગઢ બેઠકમાં ભાજપે રાજેશ ચુડાસમાને પુન:ટીકીટ આપી છે. તેની સામે કોંગ્રેસે ધારાસભ્ય પુજાભાઈ વંશને ટીકીટ આપી છે. આમ બેઠકમાં કાંટાની ટકકર બની છે.
અમરેલીમાં કોંગ્રેસના વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીની શાખ દાવ ઉપર લાગી છે. ભાજપે નારણભાઈ કાછડીયાને રિપીટ કર્યા છે. પાટીદારોની વર્ચસ્વવાળી આ બેઠકમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કસોકસનો જંગ જામ્યો છે. ભાવનગર બેઠકમાં ભાજપે ડો. ભારતીબેન શિયાળને રિપીટ કર્યા છે. તો કોંગ્રેસે મનહર પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
આંજથી પ્રચાર ભૂંગળા બંધ થતાં જ બહારનાં વિધાનસભામાંથી પ્રચાર માટે આવેલ અન્ય રાજકીય નેતાઓને મતક્ષેત્ર છોડી દેવાની સુચનાં તંત્ર દ્વારા આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છની આઠ લોકસભા બેઠકમાં કુલ 1પ997 મતદાન મથકમાં આવતિકાલે મતદાન થનાર છે.   સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકમાં કેટલા ઉમેદવાર? બેઠક