પોરબંદરમાં નવા જિલ્લા શિક્ષણાધિકારીનું પ્રાઈવેટ સ્કૂલ એસો. દ્વારા સ્વાગત

  • પોરબંદરમાં નવા જિલ્લા શિક્ષણાધિકારીનું પ્રાઈવેટ સ્કૂલ એસો. દ્વારા સ્વાગત
    પોરબંદરમાં નવા જિલ્લા શિક્ષણાધિકારીનું પ્રાઈવેટ સ્કૂલ એસો. દ્વારા સ્વાગત

પોરબંદર,તા.21
પોરબંદરમાં નવા જિલ્લા શિક્ષણાધિકારીનું પ્રાઈવેટ સ્કૂલ એસો. દ્વારા સ્વાગત જોડાયા હતા.
શિક્ષણની પ્રત્યેક સંસ્થાના કે શાળાના કેન્દ્રમાં આવતીકાલના રાષ્ટ્રના ઉજ્જવલ ભાવિના ઘડવૈયા આપણા હાથમાં હોય ત્યારે તેમના ભણતર, ઘડતર અને ચણતરમાં કોઈ ખામી ના રહી જાય તે જોવાની સૌની ફરજ બની રહે છે. શિક્ષણ એટલે આનંદમય અસ્તિત્વના ઉત્સવની સુગંધ અને હાલમાં જેમણે પોરબંદર જિલ્લામાં શિક્ષણની બાગડોર સંભાળેલી છે એવા કિશોરભાઈ માયાણી જેઓ પોરબંદરમાં જિલ્લા શિક્ષણ અધિકારીના સ્થાને નવનિયુક્ત થયેલ છે. તેમના માર્ગદર્શન હેઠળ શિક્ષણકાર્ય ગતિશીલ અને સૌ માટે પ્રેરક-દ્રષ્ટાંતરૂપ બની રહે તેવી પ્રાઈવેટ સ્કૂલ ઓફ એસોસીએશન દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી. કમલભાઈ પાંઉ, મહેશભાઈ ભીંભા, કેયુરભાઈ જોષી, નિલેષભાઈ થાનકી, રમેશભાઈ થાનકી, મહેશભાઈ રૂપારેલીયા, યુરનેશભાઈ જૈન, રામદેભાઈ બોખીરીયા, હિનાબેન મેઘનાથી, મીતાબેન રાવલ, વર્ષાબેન ગોસ્વામી દ્વારા પુષ્પગુચ્છથી ભાવભર્યું સ્વાગત કરેલ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.