યૌનાચાર-કાંડ: નાણામંત્રીએ કહ્યું; ન્યાયતંત્રની સાથે છીએ

  • યૌનાચાર-કાંડ: નાણામંત્રીએ કહ્યું; ન્યાયતંત્રની સાથે છીએ

નવીદિલ્હી : સુપ્રીમ કોર્ટના વડા સામે આક્ષેપો કરનારાને સમર્થન આપી વડા ન્યાયાધીશના પદને અસ્થિર કરવાનો સંસ્થાકીય અસ્થિરતા કરનારાઓ સામે નાણાં પ્રધાન અરુણ જેટલીએ રવિવારે આક્ષેપ કરતા કહ્યું હતું કે આવા જૂઠાણાઓ ફેલાવનારા સામે સખત પગલાં ભરાવા જોઈએ. ભારતની સુપ્રીમ કોર્ટના વડા ન્યાયધીશ રંજન ગોગોઈ સામે જાતીય સતામણીના આક્ષેપ થયા હતા તે પછીના બીજા 
દિવસે ન્યાયતંત્ર સાથે ઊભા રહેવાનો આ સમય શીર્ષક ધરાવતા બ્લોગમાં અરુણ જેટલીએ ઉપર પ્રમાણે કહ્યું હતું.,
જેટલીએ કહ્યું કે, અંગત શિષ્ટાચાર, મૂલ્ય, નૈતિકતા અને પ્રમાણિકતાના માપદંડ પર મુખ્ય ન્યાયમૂર્તિ ખૂબ જ સન્માન ધરાવે છે. ખરડાયેલા ટ્રેકરેકોર્ડ ધરાવતા અસંતુષ્ટ વ્યક્તિએ કરેલા સંપૂર્ણ પાયાવિહોણા આક્ષેપોને સમર્થન આપવાનું કૃત્ય ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાના પદને અસ્થિર કરવાની પ્રક્રિયામાં મદદકર્તા બની રહે છે. તેમણે વધુમાં કહ્યું કે જે સંસ્થાને નષ્ટ કરવા જૂઠાણાંનો ફેલાવે છે. જો તેમની સાથે કડક હાથે કામ લેવામાં ન આવે તો આવી પ્રવૃત્તિને વેગ મળી જશે.
જેટલીએ કહ્યું કે, એક ભૂતપૂર્વ મહિલા કર્મચારી મુખ્ય ન્યાયાધીશ સામે હેરાનગતિના આક્ષેપ કરે છે તેને અપ્રમાણસર મહત્ત્વ મળી ગયું છે. વહીવટી કામકાજ દરમ્યાન સામાન્ય રીતે આવી ફરિયાદો ઉપયુક્ત કમિટીને મોકલવામાં આવે છે. જ્યારે ફરિયાદી સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયધીશોને અને મીડિયાને પોતાની ફરિયાદની નકલ મોકલે છે ત્યારે તે બાબતમાં સામાન્ય નથી રહેતી.
જ્યારે સંસ્થાકીય અસ્થિરતા કરવાનો ટ્રેકરેકોર્ડ ધરાવતા ચાર ડિજિટલ મીડિયા મુખ્ય ન્યાયધીશને એક જ પ્રકારની પ્રશ્ર્નોત્તરી મોકલે તો દેખીતી વાત છે કે કંઈક દાળમાં કાળું છે. આવા અસ્થિરતા સર્જનારા તત્ત્વોમાંથી ઘણા ડાબેરી અથવા અંતિમવાદી ડાબેરી વિચારધારા ધરાવતા હોય છે. તેમની પાસે કોઈ ચૂંટણીકીય પાયો અથવા લોકપ્રિય સમર્થન હોતું નથી પણ મીડિયા અને શૈક્ષણિક જગતમાં તેમની ઘણી હાજરી હોય છે. કોંગ્રેસ આવા દુષ્પ્રચારને કેમ સમર્થન આપે છે તે મને હંમેશા મૂંઝવે છે.