છાંયામાં આજથી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું દિવ્ય આયોજન

પોરબંદર,તા.21
છાંયાના મહેર સમાજ ખાતે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદર નજીકના છાંયામાં આવેલ મહેર સમાજ ખાતે સમસ્ત છાંયા શહેર દ્વારા શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 22/12 થી તા. 30/12 સુધી યોજાનારા આ દિવ્ય આયોજનમાં વ્યાસાસને મહિલા કથાકાર માધુરીબેન ગોસ્વામી બિરાજશે અને બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી પોતાની દિવ્યવાણી દ્વારા શિવકથાનું રસપાન કરાવશે.
શિવ મહાપુરાણના અલૌકિક અવસરો
શનિવારે તા. 22/12 ના રોજ બપોરે 2:30 કલાકે નીલકંઠ મહાદેવ મંદિરેથી પોથીયાત્રાનું પ્રસ્થાન થશે. તા. 22 ના શનિવારે દીપ પ્રાગટ્ય તથા કથા મહાત્મ્ય, તા. 23 રવિવારે લિંગ ઉત્પતિ તથા શિવરાત્રી મહિમા, તા. 24/12 સોમવારે બિલ્વ, ભસ્મ, રુદ્રાક્ષ, ત્રિપુંડ મહાત્મ્ય, શિવાલય મહિમા, તા. 25/12 મંગળવારે કુબેર ચરિત્ર તથા નારદ કથા, બુધવારે તા. 26/12 ના રોજ સતી પ્રાગટ્ય તથા શિવ વિવાહ, તા. 28/12 શુક્રવારે કાર્તિક તથા ગણેશજી પ્રાગટ્ય, અસુર સંહાર, તા. 29 શનિવારે અગીયાર રુદ્ર કથા તથા નવદુર્ગા પ્રાગટ્ય, હનુમાન કથા તેમજ રવિવારે તા. 30/12 ના રોજ પંચાક્ષર મંત્ર, વ્રતપુજા મહિમા તથા કથા ઉપસંહાર સાથે સમાપના થશે. દરરોજ જ્યોતિર્લીંગ કથા મહાત્મ્ય લેવામાં આવશે તેમજ દરરોજ રાત્રે સંતવાણી તથા રામધુન પ્રોગ્રામ રાત્રે 9 થી 12 કલાકે યોજાશે.
વંદનીય સંતો-મહંતોની ઉપસ્થિતિ
આ પાવન પ્રસંગે ચાંપરડા વિદ્યાધામના પૂ. મહંત મુક્તાનંદ બાપુ, જૂનાગઢના મહંત શેરનાથ બાપુ, ઓડદર ગોરખનાથ મંદિરના છોટુનાથજી બાપુ, છાંયા શિવશક્તિ આશ્રમના બાબુગીરી બાપુ, રાજકોટના કારી પાઈટના પાલુ ભગત, મીંયાણી બ્રહ્માજી મંદિરના ગુરુ હરદેવમુનિ, સોનલધામ નેરાણાના પુતિઆઈમાં, છત્રાવા વાછરાડાડા મંદિરના દુલાઆતા, લાંબા બંદર મંમાઈ મઢના ભુવાઆતા જેઠાઆતા, છાંયા રામનાથ મંદિરના એકનાથ બાપુ, ભાવપરાના બ્રહ્માજી મંદિરના રાધેશ્યામ બાપુ, પંચેશ્ર્વર મહાદેવ પાંચડેરાના રામજી બાપુ, ભાવપરાના દાડમા દાદાના કૈલાશબાપુ, રાણાવાવ નિર્વાણધામના પરમાત્માનંદગીરી બાપુ, છાંયા ખોડીયાર મંદિરના ગોપાલદાસ બાપુ, છાંયા સ્વામીનારાયણ ગુરુકુળના ભાનુપ્રકાશદાસજી, ધરમપુર લીરબાઈ આશ્રમના લખુ બાપુ તથા દેવીમાં, ગોરસર મામા પાગલ આશ્રમના વણઘા બાપા સહિત સંતો-મહંતો ખાસ ઉપસ્થિત રહેશે.
આમંત્રીત આગેવાનો
આ સાથે આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઈ મોઢવાડીયા, મહેર સમાજ પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયા, કુતિયાણા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા સહિત સામાજીક-શૈક્ષણિક સંસ્થા તથા સમાજના આગેવાનો પણ ખાસ હાજરી આપશે.
દેવાધિદેવ મહાદેવની કૃપાથી જીવને શિવ બનાવનાર, મોક્ષ આપનાર, કુટુંબ કલેશ દુર કરનાર, શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરનાર એવા પરમતત્વ શિવની કથાનો સહુ ધર્મપ્રેમીજનોએ લાભ લેવા શ્રી સમસ્ત છાંયા શહેરના શહેરીજનો તેમજ આ શિવ મહાપુરાણના મુખ્ય યજમાન રમેશભાઈ મેપાભાઈ ઓડેદરા તથા રાજશીભાઈ ભીમાભાઈ ઓડેદરા પરિવારજનો દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.