પોરબંદરમાં રવિવારે છકડો રીક્ષા અને પેસેન્જર રીક્ષાના ધંધાર્થીઓના પ્રશ્ર્નો જાણવા કોંગ્રેસ દ્વારા વિચારમંચનો કાર્યક્રમ

પોરબંદર,તા.21
પોરબંદરમાં રવિવારે છકડો રીક્ષા અને પેસેન્જર રીક્ષાના ધંધાર્થીઓના પ્રશ્ર્નો જાણવા કોંગ્રેસ દ્વારા વિચારમંચનો કાર્યક્રમ યોજવામાં આવશે.
પોરબંદર જીલ્લા કોંગ્રેસના પ્રમુખ નાથાભાઇ ભુરાભાઇ ઓડેદરાએ જણાવ્યું છે કે, માલવાહક રીક્ષાઓ અને પેસેન્જર રીક્ષાના ધંધાર્થીઓને પડતા પ્રશ્ર્નો ચર્ચવા માટે વિચારમંચ કાર્યક્રમ તા. 23/12ના સવારે 10 વાગ્યે રત્નસાગર હોલ ખાતે યોજવામાં આવશે. પોતે રીક્ષાડ્રાઇવર હતા અને તેમાંથી જીલ્લા કોંગ્રેસપ્રમુખના પદે પહોંચ્યા છે ત્યારે રીક્ષાચાલકોના પ્રશ્ર્નો પોતે સારી રીતે સમજી શકે છે તેમ જણાવીને વધુમાં ઉમેર્યુ છે કે, લાયસન્સ જે વ્યકિતએ કઢાવેલ હોય તા.ત. પ થી 10 વર્ષનું હોય તે વ્યકિત ધો. 8 પાસ હોય તો જ તેને હેવી લાયસન્સ મળે છે પરંતુ અત્યારે જે લોકો ઓટો રીક્ષા તથા માલવાહનક રીક્ષા ચાલકો ધો. 8 પાસ હોતા નથી. જેથી તેઓને હેવી લાયસન્સ મેળવવા માટે ખુબ જ મુશ્કેલી પડે છે. આ અંગે સૌ સાથે મળીને સરકારમાં આ બાબતે યોગ્ય રજુઆતો કરશું. ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ આર.ટી.ઓ.ના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં વાહનો ઉપર વસુલવામાં આવતા કરવેરા-દંડ સહિતની રકમોમાં પ00 ટકા થી 1000 ટકા સુધીનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. આરટીઓના નવા નિયમ મુજબ પીયુસી વગરના વાહનો ઉપર પહેલા રૂા. ર00 નો દંડ વસુલવામાં આવતો જે હવેથી નવા નિયમ મુજબ રૂા. ર000 જેટલો તોતિંગ કરવામાં આવ્યો છે. વાહનનો વિમો ન હોય તો પહેલા રૂા. 400 વસુલવામાં આવતા હતા જે નવા નિયમમાં 1000 અને જો કાગળો વાહનચાલક પાસે ન હોય તો પહેલા રૂા. ર00 વસુલવામાં આવતા હતા જયારે હવે તેના રૂા. 600 વસુલાશે. જો વાહનચાલક પાસે લાયસન્સ ન હોય તો પહેલા રૂા. 600 દંડ વસુલવામાં આવતો જે હવેથી રૂા. 1000 નો દંડ વસુલવામાં આવે છે. આ તમામ બાતો પણ ચર્ચા કરી યોગ્યય રજુઆત કરવા આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીશું.
ઉપરોકત વાહનોમાં પિયાગો, ઠાઠા રીક્ષા, ટેમ્પો સહિતના વાહનોમાં સમાવેશ થાય છે. જે મોટેભાગે નાના અને મધ્યમવર્ગની વ્યકિત પોતાની રોજીરોટી કમાવાના ઉદેશથી ચલાવી રહ્યા છે જે આખા દિવસની કાળી મજુરી કરીને માંડ પોતાની રોજગારી ઉભી કરી પોતાના પરિવાર ચલાવી રહ્યા છે તેને આવો દંડનો તોતિંગ વધારો કેવી રીતે ભરી શકે? લાખો અને અબજોપતિ પોતાના લકઝરીયસ વાહનો રજીસ્ટ્રેશન,વિમા, લાયસન્સ સહિતના પેપરો ન હોય તો પૈસા આપીને છુટી જશે પરંતુ ગરીબો અને મધ્યમવર્ગનું કોણ? ગુજરાત સરકાર દ્વારા આર.ટી.ઓ.ના ફેરફાર કરાયેલા નિયમથી વધી ગયેલ તોતિંગ દંડને કારણે પરેશાન થતા પોરબંદર રીક્ષા અને માલવાહક ઠાઠા રીક્ષાના વાહન ચાલકો દ્વારા અને મારા કાક્રગેસ પક્ષ દ્વારા સાથે મળી સરકારમાં ઉગ્ર રજુઆતો કરી આ પરેશાની દુર કરવા પ્રયત્ન કરશું. તો આથી સૌ પિયાગો રીક્ષા, ઠાઠા રીક્ષા અને અન્ય માલવાહક અને પેસેન્જર વાહનોના તમામ ડ્રાઇવરો અને વાહન માલિકોને ખાસ ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.