PM મોદીએ શ્રીલંકન રાષ્ટ્રપતિ સાથે કરી વાત, દરેક શક્ય મદદની તૈયારી દર્શાવી

  • PM મોદીએ શ્રીલંકન રાષ્ટ્રપતિ સાથે કરી વાત, દરેક શક્ય મદદની તૈયારી દર્શાવી

શ્રીલંકા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનનાં ચિત્તોડગઢમાં રેલીને સંબોધિત કરતા શ્રીલંકામા થયેલા ભયાનક વિસ્ફોટની નિંદા કરી. આ અંગે ત્યાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે ફોનમાં વાત કરી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા અપાયેલા એક નિવેદન અનુસાર, શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના અને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેની સાથે પોતાની વાતચીત દરમિયાન મોદીએ ધાર્મિક સ્થળો પર થયેલા તબક્કાવાર વિસ્ફોટની આકરા શબ્દોમાં નિંદા કરી છે.  હુમલાને નિર્મમ અને પૂર્વ આયોજીત ધ્રુણાસ્પદ કૃત્ય ગણાવ્યું અને મોદીએ કહ્યું કે, આ હુમલો એકવાર ફરીથી આ ક્ષેત્ર અને સમગ્ર વિશ્વમાં આતંકવાદ દ્વારા માનતવા સામે મુકાયેલા ગંભીર પડકારોને દર્શાવે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, વડાપ્રધાને એકવાર ફરીથી આતંકવાદ જેવા પડકારોથી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શ્રીલંકાને દરેક શક્ય મદદ અને સહાયતા આપવા માટેની રજુઆત કરી છે.