દિલીપ સાબવાના પાસ સામે આક્ષેપો, ‘25 તારીખે થયેલી ઘટનામાં આંદોલનકારીઓએ જ કાંકરીચાળા કર્યાં હતા’

  • દિલીપ સાબવાના પાસ સામે આક્ષેપો, ‘25 તારીખે થયેલી ઘટનામાં આંદોલનકારીઓએ જ કાંકરીચાળા કર્યાં હતા’

રાજકોટ:મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે નવો વણાંક આવ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના સંગઠન પ્રભારી દિલીપ સાબવાએ પત્રકાર પરિષદ કરી હાર્દિક પટેલ અને પાસને આડે હાથ લીધી હતી. આ સાથે જ અનેક આક્ષેપો કર્યા હતા. દિલીપ સાબવાએ મા-ખોડલના સોગંધ ખાઈ પત્રકાર પરિષદ કરતા કહ્યું કે, 'પાટીદાર સમાજ વેદના સાથે અનામતની માંગ કરતો હતો. પરંતુ તેને 10 ટકા જ આર્થિક અનામત મળી છે. 25 ઓગસ્ટના પાટીદાર ક્રાંતિ સભા યોજાઈ હતી. જેમાં 3 હજાર આંદોલનકારીઓ બેઘર બન્યા હતા. આ આંદોલનમાં આંદોલનકારીઓએ જ કાંકરીચાળા કર્યા હતા. કારણ કે આ એક તોફાન કરાવવાનું ષડયંત્ર હતું. વિધાનસભા સમયે આંદોલન કારીઓએ કોંગ્રેસને સપોર્ટ કર્યો.' આ સાથે જ કહ્યું કે, 'લલિત વસોયાએ નટુ ગાંડાને ઉભો કરીને અમારી ઉપર હુમલો કરાવ્યો હતો. લલિત કગથરાને પૂછવું છે પંકજ પટેલનું અવસાન 9.59 થયું, તો 9.40 કલાકે લલિત કગથરા એની સાથે હતો. લલિત વસોયાએ નટુ ગાંડાને ઉભો કરી વાતાવરણ ગરમ કર્યું અને પંકજ પટેલનો કેસ દબાવવાના પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સમાજ માટે તમામ લોકો આવ્યા પણ 5 લોકોએ પોતાના ઘર ભર્યા. હાર્દિક પટેલ પર પ્રહાર કરતા કહ્યું કે, હાર્દિકના હાથમાં મોબાઈલ પકડવાની પણ ત્રેવડ ન હતી. એના મોબાઈલમાં સેક્સ વીડિયો હતા. હાર્દિકેને કીધું હતું કે સિડી મામલે કેસ કરી ત્યારે હાર્દિક પટેલે ના પાડી દીધી.