આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર બે ભીષણ અકસ્માત, 7ના મોત, 50થી વધુ ઘાયલ

  • આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર બે ભીષણ અકસ્માત, 7ના મોત, 50થી વધુ ઘાયલ
    આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર બે ભીષણ અકસ્માત, 7ના મોત, 50થી વધુ ઘાયલ

નવી દિલ્હી: આગરા-લખનઉ એક્સપ્રે-વે પર એકવાર ફરી અકસ્માત સર્જાયો છે. શનિવારે મોડીરાત્રે આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર બે ભીષણ અકસ્માત સર્જાયા હતા. પહેલો અકસ્માત મેનપુરીના જિલ્લાના કરહલ થાનાક્ષેત્ર પાસે થયો, જેમાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. તો બીજો અકસ્માત થાના ડૌકી વિસ્તાર પાસે થયો, જેમાં બે ડઝનંથી વધુ લોકો ઘાયલ થયા છે. 

મૈનપુરી પાસે થયો પ્રથમ અકસ્માત
મૈનપુરી જિલ્લાના કરહલ થાનાક્ષેત્ર પાસે દિલ્હીથી વારાણસી જઇ રહેલી એક ખાનગી બસે કાબૂ ગુમાવતાં એક ટ્રક સાથે ટકરાઇ ગઇ. આ ભીષણ અકસ્માતમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 30થી વધુ મુસાફરો ઘાયલ થયા. બધા ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે, જ્યાં ઘાયલોની સારવાર ચાલી રહી છે. ઘટનાની સૂચના મળતાં જ એસપી અજય શંકર રાય સહિત ઘણા પોલીસમથકમાં પોલીસ ટુકડીઓ રાહતકાર્યમાં જોડાઇ ગઇ. પોલીસના અનુસાર ગંભીર રીતે ઘાયલોને સૈફઇ પીજીઆઇ મોકલવામાં આવ્યો છે.