દેના બેંક, BOB અને વિજયા બેંકની 300 શાખા બંધ થશે

  • દેના બેંક, BOB અને વિજયા બેંકની 300 શાખા બંધ થશે
    દેના બેંક, BOB અને વિજયા બેંકની 300 શાખા બંધ થશે

નવીદિલ્હી, તા.14
ભારત સરકારે દેના બેંક, બેંક ઓફ બરોડા અને વિજયા બેંકના એક્ત્રિકરણનો નિર્ણય લીધો છે. આ ત્રણ બેંકના ડુબત લેણા કુલ રૂપિયા. 80 હજાર કરોડ છે. એકત્રિકરણના કારણે ડૂબત લેણામાં કોઈ ફેરફાર થશે નહીં. વળી, આ બંને બેંકોની લગભગ 300 શાખાઓ બંધ થશે. તેથી લોકો બેંકીંગ સેવાથી વંચિત રહેશે.
ડૂબેલ લેણાની વસુલી ન થવાના કારણે લોકોની બચતના નફામાંથી જ આ રકમ ફાળવવાની થાય છે. તેવા રોષ સાથે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના નેજા હેઠળ આગામી 26 ડિસેમ્બરે
બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાલનું એલાન અપાયું છે અને ત્રણ બેંકના મર્જરના વિરોધમાં ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના નેજા હેઠળ આવેલ સેન્ટ્રલ
બેંક ઓફ ઈન્ડિયાની શાખા
ખાતે બેંક કર્મચારીઓ દ્વારા દેખાવો, સૂત્રોચ્ચારનો કાર્યક્રમ અપાયો હતો.