‘સુપ્રીમ’નો નિર્ણય સંપૂર્ણ રીતે ખોટો: પ્રશાંત ભૂષણ

  • ‘સુપ્રીમ’નો નિર્ણય સંપૂર્ણ રીતે ખોટો: પ્રશાંત ભૂષણ
    ‘સુપ્રીમ’નો નિર્ણય સંપૂર્ણ રીતે ખોટો: પ્રશાંત ભૂષણ

નવી દિલ્હી તા,14
રાફેલ ડીલ પર તપાસની માગણી કરતી જાહેરહિતની અરજીઓ નામંજૂર કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે સવાલ ઉઠાવીને અરજદાર પ્રશાંત ભૂષણે અસંતુષ્ટિ વ્યક્ત કરી છે. પ્રશાંત ભૂષણે કહ્યું છે કે તેમના માનવામાં પ્રમાણે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અયોગ્ય છે. અરજદારોને કિંમતની જાણકારી મળી નથી. રફાલ ડીલમાં બેઈમાની થઈ હોવાના પોતાના આરોપો પર પ્રશાંત ભૂષણ યથાવત છે. પ્રશાંત ભૂષણે ફરી એકવાર અનિલ અંબાણીની કંપનીને ઓફસેટ પાર્ટનર બનાવવાના મામલે અને રફાલની કિંમતો
મામલે પોતાની પ્રતિક્રિયામાં સવાલો ઉઠાવ્યા છે.
પ્રશાંત ભૂષણે કહ્યુ છે કે ચુકાદા વિરુદ્ધ તેઓ પુનર્વિચારણા અરજી દાખલ કરવાનું વિચારી રહ્યા છે. આ અભિયાન સમાપ્ત થયું નથી અને તે ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને અયોગ્ય ગણાવતા વકીલ પ્રશાંત ભૂષણે કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પુરાવાના આધાર પર રફાલ ડીલને લઈને કોઈપણ પ્રકારની તપાસની કોઈ જરૂરત નથી.  સુપ્રીમ કોર્ટે સોદાથી જોડાયેલી પ્રક્રિયા અને કિંમતો પર સંતુષ્ટિ વ્યક્ત કરી છે. પરંતુ તેમને લાગે છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો સંપૂર્ણપણે અયોગ્ય છે. સુપ્રીમ કોર્ટે તેમના તર્કો ધ્યાન પર લીધા નથી.