હે,રામ ! જાતિવાદી ગણાવી ગાંધીજીની પ્રતિમા હટાવાઈ

  • હે,રામ ! જાતિવાદી ગણાવી ગાંધીજીની પ્રતિમા હટાવાઈ
    હે,રામ ! જાતિવાદી ગણાવી ગાંધીજીની પ્રતિમા હટાવાઈ

અક્રા, તા.14
સાઉથ આફ્રિકન દેશ ઘાનાની રાજધાની અક્રામાં એક યુનિવર્સિટી કેમ્પસમાં ભારતના સ્વતંત્રતા આંદોલનના પ્રણેતા મહાત્મા ગાંધીની પ્રતિમા હટાવી દેવામાં આવી છે. ભારતના પૂર્વ પ્રેસિડન્ટ પ્રણવ મુખરજીએ ઘાના યુનિવર્સિટીમાં 2016માં આ પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. પરંતુ યુનિવર્સિટી લેક્ચરર્સે તેને અનાવરણ બાદ હટાવવા માટે અભિયાન ચલાવવાનું શરૂ કરી દીધું હતું. આ માટે તૈયાર કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ગાંધી જાતિવાદી હતા અને તેઓના બદલે આફ્રિકાના નાયકોને પ્રાથમિકતા આપવી જોઇએ. સ્ટુડન્ટ્સે અને સ્પોક્સપર્સને મળીને બુધવારે રાત્રે આ પ્રતિમાને હટાવી દીધી છે. યુનિવર્સિટીએ કહ્યું કે, આ માટે વિદેશ અને રિજનલ ઇન્ટેગ્રેશન મંત્રાલય જવાબદાર છે.
કાયદાનો અભ્યાસ કરતા સ્ટુડન્ટ અદોમા અસારેઇ અદેઇએ જણાવ્યું કે, ગાંધીની પ્રતિમા અહીં હોવાનો અર્થ હતો તેઓ જે વાતોના પ્રતિક હતા, તેનું અમે સમર્થન કરીએ છીએ. જો ગાંધી આ તમામ બાબતો (કથિત રીતે વંશવાદી વલણ)નું સમર્થન કરે છે તો મને નથી લાગતું કે, તેઓની પ્રતિમા કેમ્પસમાં હોવી જોઇએ.
ગાંધીજી યુવા અવસ્થામાં દક્ષિણ આફ્રિકામાં રહ્યા હતા અને અહીંથી જ આઝાદીની ચળવળની શરૂઆત થઇ હતી.
ગાંધીજી આખા વિશ્વમાં અસંખ્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા પરંતુ તેમની અશ્વેત આફ્રિકનો પર તેઓની ટિપ્પણીને લઇને વિવાદ રહ્યો છે.
પોતાના શરૂઆતના લેખોમાં તેઓએ અશ્વેત આફ્રિકનોને ’કાફિર’ કહીને સંબોધિત કર્યા હતા, જે એક અપમાનજનક વંશવાદી ટિપ્પણી છે. તેઓએ એમ પણ કહ્યું હતું કે, અશ્વેત લોકોની સરખામણીમાં ભારતીયો વધુ શ્રેષ્ઠ છે.