16 કોલેજને ઈજનેરી-ફાર્મસીમાં બે આંકડામાં વિદ્યાર્થી મળતાં અંતે કોર્સ બંધ કરવા અરજી

  •  16 કોલેજને ઈજનેરી-ફાર્મસીમાં બે આંકડામાં વિદ્યાર્થી મળતાં અંતે કોર્સ બંધ કરવા અરજી
    16 કોલેજને ઈજનેરી-ફાર્મસીમાં બે આંકડામાં વિદ્યાર્થી મળતાં અંતે કોર્સ બંધ કરવા અરજી

અમદાવાદઃ જીટીયુ સાથે સંકળાયેલી ગાંધીનગર,કલોલ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં આવેલી 16 કોલેજને વિદ્યાર્થીઓની સંખ્યા ન મળવાથી કોર્સ બંધ કરવા માટે અરજી કરવાની ફરજ પડી છે. કોર્સ બંધ કરવા માટેની સૌથી વધુ અરજી ડિગ્રી-ડિપ્લોમા એન્જિનિયરિંગની 10 કોલેજે કરી છે. એ પછી ફાર્મસીની 6 કોલેજ કોર્સ બંધ કરવા અરજી કરી છે. તમામની અરજી સ્વીકારાઈ છે. જીટીયુ આણંદ, રાજકોટ, હિંમતનગર, મહેસાણા, વલ્લભ વિદ્યાનગર, અમરેલી, કલોલ-ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સાબરકાંઠામાં આવેલી આ કોલેજમાં ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ઈજનેરી, ફાર્મસી કોર્સની કુલ બેઠકની સામે ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ મળે છે. કેટલીક કોલેજને તો પાંચ, સાત, આઠ, 10 વિદ્યાર્થી માંડ મળે છે. આમ કોલેજોમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહી છે. કેટલાક નિષ્ણાતોના જણાવ્યા મુજબ દર વર્ષે પાસ થતાં વિદ્યાર્થીઓની સરખામણીએ રોજગારીની એટલી તકો ન મળી રહેતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. કેટલીક કોલેજોને તો અમુક ચોક્કસ કોર્સમાં માંડ બે આંકડામાં વિદ્યાર્થી મળતાં હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.