કમ્પ્રેસ્ડ બાયોગેસ ખરીદવા ઓઈલ વિતરણ કંપનીઓની ‘સતત’પહેલ

  • કમ્પ્રેસ્ડ બાયોગેસ ખરીદવા ઓઈલ વિતરણ કંપનીઓની ‘સતત’પહેલ
    કમ્પ્રેસ્ડ બાયોગેસ ખરીદવા ઓઈલ વિતરણ કંપનીઓની ‘સતત’પહેલ

પુણે,તા.11
સાર્વજનિક ક્ષેત્રની તેલ વિતરણ કંપનીઓ (ઓએનસીઝ) જેવી કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમીટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેાન લિમટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ સતત (સસ્તે પરિવહન માટે પોષણીય વિકલ્પ) પહલ પર જાગૃતિ પેદા કરવા માટે પૂણેમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો આરંભ પેટ્રોલિયમ તેમજ પ્રાકૃતિક ગેસ અને કૌશલ વિકાસ અને ઉદ્યમિ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા 1 ઓકટોબરે કરવામાં આવ્યો હતો.
રોડ શોનો ઉદ્ેશ હિતધારકોને એ પહેલમાં ભાગ લેવા માટે સંવેદનશીલ બનાવવાનો છે અને પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના નિર્દેશક વિજય વર્માએ તેની શરૂઆત કરી હતી.
સતત, અભિનવ સતત પહેલ એક મહત્વપૂર્ણ યોજના છે, જેમાં અધિક કિફાયતી પરિવહન ઈંધણની ઉપલબ્ધતોને પ્રોત્સાહન આપવુ, કૃષિ અવશેષોનો બહેતર ઉપયોગ, અને પશુઓના છાણ અને નગરપાલિકાનાં કચરાની સાથે સાથે ખેડુતોને વિશેષ રાજસ્વ સ્ત્રોત પ્રદાન કરવાની ક્ષમતાં છે.
સતત પહેલના ભાગરૂપ તેલ વિતરણ કંપનીઓ સંભવિત ઉદ્યમિઓ પાસેથી કમ્પ્રેસ્ડ બાયો ગેસ (સીબીજી) ખરીદવા માટે રૂચિની અભિવ્યકિત આમંત્રિત કરે છે. આ અંગેના ફોર્મ (ઈઓઆઈ) તેલ વિતરણ કંપનીઓની વેબસાઈટોપર ઉપલબ્ધ છે જે 1 ઓકટોબર ર018 થી 31 માર્ચ ર019 સુધી ભરી શકાય છે.