જામનગરના સાંસદની પુત્રીની અંતિમયાત્રામાં જોડાવા માટે અનેક લોકો દિલ્હી રવાના

  • જામનગરના સાંસદની પુત્રીની અંતિમયાત્રામાં જોડાવા માટે અનેક લોકો દિલ્હી રવાના
    જામનગરના સાંસદની પુત્રીની અંતિમયાત્રામાં જોડાવા માટે અનેક લોકો દિલ્હી રવાના

જામનગર તા.10
જામનગરનાં સાંસદની યુવા પુત્રીનું સીંગાપોરમાં સારવાર દરમ્યાન ગઈકાલે અવસાન થયું હતુ આજે નવી દિલ્હી લવાયા પછી આવતીકાલે અંતિમ વિધી નવી દિલ્હીમાંજ કરવામાં આવનાર છે. જામનગરથી અનેક સગાસંબંધી શુભેચ્છકો નવી દિલ્હી પહોચ્યા છે.
જામનગરમાં સાંસદ પૂનમબેન માડમની પુત્રી શિવાની 21 અકસ્માતે દાઝી જતા સારવાર માટે સીંગાપોર લઈ જવામાં આવી હતી. જયાં ત્રણેક અઠવાડીયાની સારવાર બાદ ગઈકાલે તેણીનું મૃત્યુ નિપજયું હતુ.
આજે તેના મૃતદેહને વિમાન માર્ગે નવી દિલ્હી લાવવામાં આવનારછે. અને આવતીકાલ તા.11.12 અને મંગળવારે તેણીની અંતિમવિધી કરવામાં આવશે.
આ દુ:ખદ સમાચાર સાંપડતા જ જામનગરથી માડમ પરિવારનાં સભ્યો શુભેચ્છકો, સગા સંબંધીઓ નવી દિલ્હી પહોચ્યા છે.
જામનગરમાં આગામી તા.17.12 અને સોમવારે સાંજે 4 થી 6 ઓશવાલ સેન્ટરમાં પ્રાર્થના સભા રાખવામાં આવી છે.