લોકસભા ચૂંટણીનો બીજો તબક્કો પૂર્ણ થયો, પશ્ચિમ બંગાળમાં થયું સૌથી વધું મતદાન

  •  લોકસભા ચૂંટણીનો બીજો તબક્કો પૂર્ણ થયો, પશ્ચિમ બંગાળમાં થયું સૌથી વધું મતદાન
    લોકસભા ચૂંટણીનો બીજો તબક્કો પૂર્ણ થયો, પશ્ચિમ બંગાળમાં થયું સૌથી વધું મતદાન

આજે લોકસભા ચૂંટણીનો બીજો તબક્કો છે. જેમાં 12 રાજ્યોની 95 સીટો માટે લોકો મતદાન કરશે. આ તબક્કામાં કેટલાંય જાણીતા ચહેરાઓ અને દિગ્ગજ નેતાઓનું ભાગ્ય નક્કી થશે. 11 રાજ્ય અને એક કેન્દ્રશાસિત રાજ્ય પુડ્ડુચેરીમાં થઇ રહેલા આ મતદાનમાં 1600થી વધુ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. તામિલનાડુના વેલ્લોરમાં ચૂંટણી પંચે વોટિંગ રદ્દ કરી દીધું છે, ત્રિપુરા પૂર્વ સીટ પર હવે ત્રીજા તબક્કામાં વોટિંગ થશે. વોટિંગ સવારે 7 થી સાંજે 6 સુધી ચાલશે. લોકસભા ચૂંટણીના તમામ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો…

  • ઉત્તર પ્રદેશ – 66.06%, બિહાર- 62.38%,  ઓરિસ્સા – 57.97 %,  છત્તીસગઢ – 71.40%, કર્ણાટક – 67.67%, પૉંડિચેરી – 76.19%, તમિલનાડુ- 66.36%,  જમ્મૂ-કાશ્મીર – 45.05%,  પશ્ચિમ બંગાળ – 76.42%, મણિપુર – 67.15%,  અસમ –  76.22% અને  મહારાષ્ટ્ર – 61.22%
  • લોકસભા ચૂંટણીનું બીજું ચરણ સંપન્ન. અત્યાર સુધી 14 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. 
  • સાંજે પાંચ વાગ્યા સુધી લોકસભા ચૂંટણીનાં બીજા તબક્કા માટે કુલ 61.12 ટકા મતદાન થયું છે. સૌથી વધારે મણિપુરમાં 74.69 ટકા મતદાન થયું છે. તો અસમમાં 73.32%, બિહારમાં 58.14%, છત્તીસગઢમાં 68.70%, જમ્મુ-કાશ્મીરમાં 43.37%, કર્ણાટકમાં 61.80% અને મહારાષ્ટ્રમાં 55.37% મતદાન થયું છે.
  • ઑડિશામાં 57.41%, પૉન્ડિચેરીમાં 72.40%, તિમલનાડુમાં 61.52%, ઉત્તરપ્રદેશમાં 58.12% અને પશ્ચિમ બંગાળમાં 75.27% મતદાન થયું છે.
    • 11 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકસભા ચૂંટણીનાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે સાંજે પાંચ વાગ્યા સુધી અસમમાં 62.95 ટકા, બિહારમાં 47.49 ટકા, છત્તીસગઢમાં 60.69 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 38.92 ટકા, પશ્ચિમ બંગાળમાં 65.59 ટકા, મહારાષ્ટ્રમાં 46.74% મતદાન થયું છે.