પ્રિયંકાના ખ્રિસ્તી-લગ્ન થઈ ગયા; હિન્દુ લગ્ન આજે થશે

  • પ્રિયંકાના ખ્રિસ્તી-લગ્ન થઈ ગયા; હિન્દુ લગ્ન આજે થશે
    પ્રિયંકાના ખ્રિસ્તી-લગ્ન થઈ ગયા; હિન્દુ લગ્ન આજે થશે

મુંબઈ, તા.1
પ્રિયંકા ચોપરાએ 10 વર્ષ નાના મંગેતર નિક જોનાસ સાથે લગ્ન કરી લીધા છે. હવે તે સત્તાવાર રીતે પતિ-પત્ની છે. શનિવારે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં પ્રિયંકા-નિકે ક્રિશ્ચિયન પંરપરા અનુસાર લગ્ન કર્યા હતા. આ સમયે પ્રિયંકાએ ડિઝાઈનર રાલ્ફ લોરેને ડિઝાઈન કરેલો ગાઉન પહેર્યો હતો, તો બીજી તરફ નિક પણ વ્હાઈટ આઉટફિટમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત સંપૂર્ણ ઉમેદ ભવનના ડેકોરેશનમાં પણ ખાસ વ્હાઈટ કલરના ફૂલ જોવા મળી રહ્યાં હતા.
રવિવારે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હિંદુ પરંપરા અનુસાર લગ્ન કરશે. આ સેરેમની માટે બંનેના આઉટફિટ ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યું છે. ઉલ્લેખનીય છે, ઓગસ્ટમાં 36 વર્ષીય પ્રિયંકાએ 26 વર્ષના નિક જોનાસ સાથે મુંબઈમાં સગાઈ કરી હતી. અમેરિકામાં રહેતો નિક પ્રોફેશને સિંગર છે.
ક્રિશ્ચિયન પરંપરા અનુસાર થયેલા લગ્નમાં પ્રિયંકાએ રાલ્ફ લોરેને ડિઝાઈન કરેલો ગાઉન પહેર્યો હતો જે ઘણો ખાસ હતો. આ પ્રથમવાર છે જ્યારે કોઈ સેલિબ્રિટિએ રાલ્ફે તૈયાર કરેલો વેડિંગ ગાઉન પહેર્યો હોય. રોલ્ફે પોતાના કરિયરમાં અત્યારસુધી માત્ર 3 વેડિંગ ગાઉન તૈયાર કર્યા છે. પ્રથમ પોતાની દીકરી ડાયલિન માટે, બીજુ પોતાની વહુ લોરેન બુશ માટે અને ત્રીજુ પોતાની ભત્રીજી જેનિફર લોરેન માટે. રોલ્ફે બનાવેલા અગાઉ ત્રણેય ગાઉન સપ્રેમ ભેટ હતા.
લગ્નના ફંકશન દરમિયાન જ વર અને ક્ધયા પક્ષના લોકો વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી. પ્રિયંકા અને નિકના નામના પ્રથમ અક્ષરના નામે ક્રિકેટ ટીમ બનાવવામાં આવી હતી. આ ક્રિકેટ મેચમાં પ્રિયંકા અને નિકે પણ બેટિંગ કરી હતી.
રિપોર્ટ્સની માનીએ તો ઉમેદ ભવનમાં વિદેશી જાનૈયાઓ માટે કપડા, શૂઝ અને જ્વેલરીની 6 દુકાન લગાવવામાં આવી છે. લગ્નમાં સામેલ થનારા ગેસ્ટ પોતાની મર્જી અનુસારના આઉટફિટ કેરી કરી શકે છે. આ બધા આઉટફિટ અને એસેસરીઝ જયપુર બેઝડ ડિઝાઈનર પુનીત બલાનાની સાથે અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યા હતા.