બાલાજી હનુમાનજી મંદિરે કાલે ત્રિવેણી કાર્યક્રમ યોજાશે

  • બાલાજી હનુમાનજી મંદિરે કાલે ત્રિવેણી કાર્યક્રમ યોજાશે
    બાલાજી હનુમાનજી મંદિરે કાલે ત્રિવેણી કાર્યક્રમ યોજાશે

ધ્વજા આરોહણ, તલવાર અપર્ણ અને આમ અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરાશે
રાજકોટ : બાલાજી હનુમાનજી મંદિરે હનુમાન જયંતિના પાવન અવસરે તા.19/4ને શુક્રવારના રોજ હનુમાન જયંતિ મહોત્સવ ધ્વજા આરોહણ, દાદાને તલવાર અર્પણના ત્રિવેદી ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત સાથે આમ્ર અન્નકૂટ ઉત્સવનો કાર્યક્રમ મહંત વિવેકસાગરદાસજી સ્વામીના પ્રમુખ સ્થાને તથા સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ, રાજકોટના શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ઉજવાશે. અ.મૂ.સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના હસ્તે બાલાજી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં જયંતિએ ઉત્સવોને ભવ્ય રીતે વધાવીએ. તો સર્વે વ્હાલા ભકતોને આ પવિત્ર ધાર્મિક પ્રસંગે પાવન થવા, મહાપ્રસાદનો અલભ્ય લાભ લેવા. સહ પરિવાર પધારવા બાલાજી હનુમાનજી મંદિરના યુવાન કોઠારી મૂનિવત્સલદાસજી સ્વામી જણાવ્યું છે. સવારથી સાંજ સુધી અલ્પાહાર રૂપે પ્રાદની ખાસ વ્યવસ્થા કરેલ છે. મંગળા આરતી સવારે 5:30 કલાકે, આમ્રઅન્નકૂટ દર્શન 11:30થી સાંજે 8:30 કલાક સુધી, ભોગ આરતી બપોરે 12:00 કલાકે દાદાની જન્મ જયંતિ ઉજવણી બપોરે 12:30 કલાકે, ધ્વજા આરોહણ સાંજે 4:30 કલાકે, સાંધ્ય આરતી આજે 7:00 કલાકે બાલાજી હનુમાનજી મંદિર હનુમાન જયંતિ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન બાલાજી સેવા સમિતિ - રાજકોટ તેમજ નૂતન ધ્વજારોહણના મુખ્ય યજમાન હંસાબેન ભગવાનજીભાઈ ચંદારણા પરિવાર છે.
અતિથિ વિશેષ મહંત નરેન્દ્ર બાપુ ગુરુ જીવરાજ બાપુ - સતાધાર, આપાગીગાનો ઓટલો ચોટીલા, ઠાકોર માંધાતાસિંહજી મનોજકુમાર અગ્રવાલ પોલીસ કમીશ્ર્નર પ્રદિપભાઈ ભાખર - ટ્રસ્ટી નિલકંઠ ઈન્ટરનેશલ સ્કૂલ, સાંકળી. વિશેષ ઉપસ્થિતિ બીનાબેન આચાર્ય - મેયર ધનસુખભાઈ ભંડેરી - ચેરમેન મ્યુ.ફાઈનાન્સ બોર્ડ, કમલેશભાઈ મીરાણી - પ્રમુખ શહેર ભાજપ, મોહનભાઈ કુંડારિયા સાંસદ રાજકોટ, અંજલીબેન રૂપાણી (પ્રભારી ભાજપ મહિલા મોરચો ) ઉપસ્થિત રહેશે. બાલાજી સત્સંગ સહયોગી પરિવાર દેવઉત્સવ મંડળ, બાલાજી મહિલા મંડળ, બાલાજી અન્નક્ષેત્ર પરિવાર અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ, ગજાનન ધામ સહયોગી પરિવાર પૂજારી શૈલેષભાઈ ત્રિવેદી, મેનેજર નિખિલભાઈ ચોટલિયા, પરાગભાઈ ડોબરિયા સમગ્ર ઉત્સવના સંચાલક રાજુભાઈ ગોકાણી અને સંદિપભાઈ રાચ્છ રહેશે.
તેમ મનસુખભાઈ પરમારની યાદીમાં જણાવ્યું છે.